________________
મોટી સભા હોય તેવું વાતાવરણ થઈ ગયું. આ ઘોંઘાટ સાંભળી શેઠ બહાર આવ્યા સૌને સમજાવ્યા કે આ ચર્ચાનો પ્રસંગ નથી. સૌ શાંત રહો, તો દર્દીને શાંતિ મળે, વળી સૌ હવે વિદાય થાઓ તે ઉચિત છે. સાંજ પડે નગરજનો વિદાય થયા.
વૈદ્ય રોજે નિયમિત આવતા હતા. હજી માતંગ વારંવાર મૂછિત થઈ જતો. મેતાર્ય હવે કંઈક આંખ ઉઘાડતો પણ દર્દથી કણસાઈને પાછો આંખ બંધ કરી દેતો. વૈદ્ય માતંગને તપાસીને કહ્યું મૂછ વળતા હજી વાર થશે પણ હવે ચિંતાનું કારણ નથી. મૂછ ઘાની વેદનામાં સારી છે. વિરૂપા એ સાંભળીને કંઈ નિશ્ચિંત થઈ. - વૈદ્ય મેતાર્યને જોઈને કહ્યું કે ઘણો સુધારો છે. છતાં બધા ઉપચાર ચાલુ રાખવા. શેઠને એમ કે હવે હવેલીએ લઈ જઈએ પણ વૈધે તેમ કરવામાં હજી જોખમ છે તેમ જણાવતા તેઓએ મન વાળી લીધું.
વૈદ્ય વિદાય થયા. રાત થઈ હતી એટલે વિરૂપાએ શેઠ શેઠાણીને કહ્યું કે બન્ને આરામમાં છે વૈધે પણ હવે જોખમ નથી તેમ જણાવ્યું છે. તો હવે તમે હવેલીએ જઈને આરામ કરો. શેઠાણીનું મન માનતું ન હતું. પણ શેઠ તૈયાર થઈ ગયા એટલે શેઠાણી પણ તૈયાર થયા. નંદાદાસી તથા બીજા દાસ દાસીને મૂકીને તેઓ વિદાય થયા. જતાં જતાં સૌને સૂચના આપતા ગયા.
વિરપાનું મનોમંથન વિરૂપા : બા જરાય ચિંતા ન કરશો. હું બરાબર જાગતી જ રહીશ.
રાત્રિએ અંધકારની ચાદર સર્વત્ર પથરાઈ હતી. નગરવાસીઓ જંપ્યા હતા. થોડા ચોકીદારો લૂંટના બનેલા બનાવ પછી જાગતા નગરમાં ફરતા હતા. પશુ પંખીઓ સૌ જંપી ગયા હતા. દાસ દાસીઓ ખોરડાની અંદર બહાર જયાં જગા મળી ત્યાં સૂઈ ગયા હતા.
એકલી વિરૂપા જાગતી હતી. દુઃખદ છતાં તેને માટે આ રાત્રી અમૂલ્ય હતી. એટલે બંન્ને દર્દીઓને ખૂબ સાવધાન રહી સાચવતી. બન્નેના ખાટલા વચ્ચે ઉઠ બેસ કરતી હતી. દાસ દાસીઓ તો ઘોરતા હતાં. નંદા દાસી પણ નિદ્રાવશ થઈ હતી.
અનોખી મૈત્રી
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org