________________
- આ દિવસોમાં થોડાક માણસોને બાદ કરતા મેતવાસમાં જાણે એક મેળાનો માહોલ બન્યો હતો. પૂરી નગરીમાંથી ભેદવગર સૌ વિરૂપાના ખોરડે આવતા. પ્રભુને પ્રાર્થના કરતા કે આ વીરોને પ્રભુ હેમખેમ રાખે.
વળી ગ્રામજનો માટે આ પ્રસંગ મોટી ચર્ચાનો વિષય બની ગયો હતો. મેતના ઘરમાં મેતાર્યને રાખવો તે સવર્ણોને અજૂગતુ લાગતું હતું. પરંતુ મેતાર્યના મહા પરાક્રમે સૌના મુખ બંધ થઈ જતા. તેમાં પણ જયારે વૈદ્ય જાહેર કર્યું કે ઘાયલ મેતાર્યને જરા પણ ખસેડવાની કોશિષ કરશો નહિ. આ કારણથી સૌના મુખ એ બાબતમાં સિવાઈ ગયા હતા.
ધારો કે મેતાર્ય આ ખોરડામાં જન્મીને રહ્યો હોત અને લગ્ન લેવાયા હોય તો પણ આવો માહોલ મંડાયો ન હોત. પ્રસંગ દુઃખદ હતો. પણ લોક સમુદાયથી મેતવાસ ગાજતો હતો.
મેતોનો પણ ગર્વ સમાતો ન હતો. તેઓ તો પુનઃ પુનઃ દુહરાવતા આ માતંગે જો રોહિણેયને અંતઃપુરમાં જતો રોકયો નહોત તો આજે મગધની કીર્તિના કાંગરા તૂટ્યા હોત અને આ વિરૂપા ધન્ય છે. રોહિણેયના કાતિલ ઝેરવાળા છરાના ઘાની પરવા કર્યા વગર મેતાર્યને વળગીને બચાવી લીધો.
કોઈ બટકબોલો બોલ્યો, વળી એ તો એનો “લાલ” પણ ખરો. મેત એટલે કંઈ મન થોડા શુદ્ર હોય છે. ક્ષત્રિય બધા જ કંઈ ઓછા પરાક્રમી હોય છે ? તેમ મેત હોય તેથી શું? છતાં જે મેતની પ્રશંસા સહી શકતા નહિ તેવા બોલી ઉઠતા સોનાની ખાણમાં કંઈ બધું જ સોનું ના હોય. કોઈ એક નારી વિરૂપા જેવી કે કોઈ માતંગ જેવું પરાક્રમ કરે એટલે બધા જ મેત સોના જેવા ના હોય. સૌને સરખા માનવાની વાતો આ પેલા શ્રમણોએ કરીને મેતોને ચઢાવ્યા છે. માટે ભાઈ માટી તે માટી અને સુવર્ણ તે સુવર્ણ. કોલસો કંઈ ધોળો થવાનો નથી. શાસ્ત્રકારોએ આવી વ્યવસ્થા સમજીને કરી છે. શ્રમણો આવ્યા અને સમાનતાની વાતો લાવી મેતોને બહેકાવ્યા છે.
પછી તો ચર્ચાએ જોર પકડયું. માતંગના ખોરડાની બહાર જાણે
૬૪
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org