________________
લગભગ પચીસસો ઉપરાંત વર્ષો પહેલા એટલે હમણાં હમણાં જ ભગવાન શ્રી મહાવીરના પવિત્ર ચરણથી ધરા પણ પવિત્ર બનતી તેવા સમયે રાજગૃહી નગરમાં મગધસમ્રાટ (બિંબિસાર) શ્રેણિક રાજા રાજય કરતા હતા. જે રાજગૃહીમાં ભગવાને ઘણા ચાતુર્માસ કરી રાજગૃહીની જનતાને ધર્મના રંગે રંગી હતી. તેમાં રાજવંશીઓ શું, સવણ કે ક્ષત્રિયો શું ? બ્રાહ્મણો શું કે શુદ્રો શું ? ભગવાનનાં સમવસરણમાં કોઈ ભેદ ન હતો. જયાં વાઘ બકરી, સાપ નોળિયા મિત્રો બની બેસતા. શત્રુમિત્ર ક્ષણ માત્રમાં સૌને મિત્રભાવે જોતા. જાણે અભેદનું દર્શન થતું. વિશ્વવ્યાપકતાની ગરિમા ધરાવતો જૈનધર્મ આજે વિશાળતા પામ્યો છે અને કેટલેક અંશે સીમિત વાડામાં પુરાયો પણ છે. વિશ્વના જે ખૂણે જૈન વસે છે ત્યાં દયાદિ પરોપકાર જેવા કાર્યો જીવંત રહે છે. જયારે તેના ત્યાગ અને વૈરાગ્યના કારણે સીમિત પણ થયો છે. જેમ બજારમાં ઝવેરીની દુકાનો જુજ હોય તેમ માનવું રહ્યું, ખેર.
છતાં જેમ ગૌમુખથી ભવ્યાતિભવ્ય રીતે નીકળેલી ગંગા ધરતી પર નાના મોટા વહેણ રૂપે વહે છે. છતાં જયાં તે વહે છે ત્યાં લોકો વસે છે. તેમ મહાવીરના વીતરાગ માર્ગને પામેલા જૈન કે ત્યાગી વૈરાગી જયાં હશે ત્યાં આ ધર્મ પહોંચી જાય છે, જશે. એ તેની ખૂબી છે અને તે કારણે જગતમાં પવિત્રતાનું માનવતાનું દર્શન સતત વધ્યા કરે છે.
મહાવીર જેવા વીતરાગી જે આપી ગયા તે ચિરસ્થાયી રહેવાનું છે. તેમના જ્ઞાનબળ, તપોબળ, વૈરાગ્યબળ અને કરૂણામાંથી જે સ્ત્રોત વહ્યો તેમાંથી કેવા રત્ન શિરોમણિ પેદા થયા જેને કારણે ધર્મકથાનુયોગનું એક મહાન સર્જન થયું. જે જીવતી મહાશાળાઓની જેમ કાર્યશીલ બન્યું છે. તેને જૈન જગતના સેવકોએ સીમામાંથી બહાર કાઢી લોક હૃદય સુધી પહોંચાડવાની છે. યદ્યપિ તે માટે મહામાનવો પ્રયત્નશીલ હતા અને છે.
આ કથાઓ નવલકથા નથી હોતી. પરંતુ જીવનના સાફલ્યની કેડીઓ છે. જેમાં સંઘર્ષ સત્તાલોલુપતા, સંતાપ અને સ્વાર્થ ન હતા,
અનોખી મૈત્રી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only