________________
પાસે આવતો, શૂન્યમનસ્ક બેસતો. પછી કયાંય ચાલી જતો. વિરૂપાના સહવાસમાં સદાય યૌવન જીવન જીવતા માતંગની વિરૂપા વગરની નોંધારી દશા જોઈ મેતારજને દુઃખ થતું.
મેતારજે પોતાનું નામ મેતાર્યને બદલે મેતારજ જાહેર કર્યું ત્યારે તેની ભાવના હતી કે મેતોને માટે કોઈ ઉત્તમ કાર્ય કરવું. તેથી તેણે મેતવાસમાં વિરૂપા-માતંગના ખોરડાની આજુબાજુના વિસ્તારમાં સુંદર ઉપવન કરી, વિરૂપાવાટિકા બનાવી. વાતાવરણ પવિત્ર રહે તેવી યોજના કરી.
અહિં ભૂખ્યાને ભોજન મળતું. રોગીને ઔષધ મળતું. બાળકોને શિક્ષણ મળતું. યુવાનોને કામ મળતું. એવા અનેક કાર્યો ઉભા કરી મેતવાસને પણ સ્વચ્છ બનાવી સુંદર વાતાવરણ ઉભું કર્યું. વળી માતંગ કયારેક આવીને અહિં રહેતો. પ્રારંભમાં વિરૂપા વગરના એ સ્થાનમાં વિરહથી મુંઝાતો. વળી શ્રમણો ભેદભાવ વગર આવતા તેમનો બોધ મળતો એટલે સાંત્વન પામતો. સૌની સાથે કાર્યશીલ રહેતો છતાં તેનો માનસિક ઘા ઉંડો હતો. તે મેતારજ જાણતા હતા. છતાં માતંગ હવે વિરૂપાવાટિકામાં કંઈક ઠર્યો હતો, મેતવાસમાં સૌ તેની સંભાળ રાખતા. તેથી મેતારજ સંતોષ માનતા. મેતારની ભાવના વિરૂપાની જેમ આત્મસમર્પણની હતી તેથી તે મેતવાસમાં આવતા, પ્રેમથી સૌને આવકારતા. પોતે નગરશ્રેષ્ઠિ હતા. તેથી કેટલાકને વ્યાપાર તરફ વાળ્યા હતા. શકય તેટલા ભેદ દૂર કરવા તે નિરંતર પ્રયત્ન કરતા. પણ આ પ્રથાના મૂળ ઘણા ઉંડા હતા તેથી જોઈએ તેવી સફળતા મળતી નહિ.
વળી રોહિણેયના સાથીઓ પાછા આવી મેતવાસમાં વસ્યા. તેઓ હજી તેમને મળેલા દાદાના સંસ્કાર છોડતા ન હતા. તેઓ તો માનતા કે મેતારજનું આ જ્ઞાતપુત્રની જેમ શુદ્રોને છેતરવાનું કામ છે. વળી મેતોના ઉત્કર્ષમાં સવર્ણોનો પણ વિરોધ હતો કે કાગડાને નવરાવ્યાથી તે હંસ બની જતો નથી. છતાં મેતારજે શકય તેટલા પ્રયત્ન કરીને મેતવર્ગનો ઘણો વિકાસ કર્યો.
વળી કયારેક તેના માનસ પર બનેલી ઘટનાઓ ઉપસ્થિત થતી.
અનોખી મૈત્રી
૧ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org