________________
શબ્દો કે જે સાંભળીને દાદાને વચનભંગ થવાનો મને ધિક્કાર છૂટયો હતો. તે જ વચનોએ મને આજે બચાવ્યો છે. આથી લાગે છે કે જ્ઞાતપુત્ર સાચા જ્ઞાની છે. જેમના વચનોનું અમૃત જ મારે માટે અમૃત બન્યુ છે.
દાદાએ જ્ઞાતપુત્રની અવગણના કરી, પોતે સમર્થ શક્તિવાળા છતાં અશાંતિમાં જીવ્યા. લૂંટફાટમાં જીવન વ્યર્થ ગુમાવ્યું. આમ વિચારતો તે પોતાને સ્થાને જવા નદી કિનારે આવ્યો. પણ તેના દિલમાં પેલા જ્ઞાતપુત્રનું સ્મરણ ઘૂંટાતું જ હતું. દાદા તેને પોતાના કુળનો શત્રુ ગણતા. પણ તેમણે મૃત્યુ સુધી મેળવ્યું શું? મને શું આપતા ગયા ? વૈરની જવાળા, જેમાં હું પણ શું સુખ પામ્યો ! મારા સાથીઓએ શું મેળવ્યું !
વળી આ જ્ઞાતપુત્ર સમૃદ્ધ ક્ષત્રિયકુળમાંથી આવે છે. એને જનકલ્યાણની ઝંખના સિવાય કંઈ અપેક્ષા નથી. તેના થોડા વચનથી હું બચ્યો. પણ હવે શું? પાછી એજ લૂંટફાટ અને અજંપાભર્યું જીવન ! તેના હૃદયમાં પોકાર ઉઠયો. “ના” મારે એવું જીવન જીવવું નથી. મારા દાદાની જ્ઞાતપુત્રને સમજવાની ભૂલ હતી. અને અમે સૌ પણ ભૂલ્યા.
વળી તેના મનોમંથનને કારણે તેના ચિત્તમાં એક વીજળી જેવો ચમકારો થયો, કે મારે જ્ઞાતપુત્રના શરણે જવું. અને આ નિર્દયતા ભર્યા જીવનનો ત્યાગ કરવો. મને એ જ્ઞાતપુત્ર જ સાચો રાહ બતાવશે. આમ વિચારી તે નદીકિનારેથી સ્વસ્થાને ન જતા નગર તરફ પાછો ફર્યો. ત્યારે આકાશમાં સૂરજ સાત ઘોડે ચઢીને પ્રકાશ પાથરી રહ્યો હતો. તે પ્રકાશમાં રોહિણેયને પણ મનમાં અનેરો પ્રકાશ મળતો હતો.
શ્રેણિક રાજા પ્રથમ બૌદ્ધધર્મના અનુયાયી હતા. પરંતુ વીર ભક્ત ચલ્લણાના સંપર્કથી તેઓ જ્ઞાતપુત્રના ધર્મ પ્રત્યે ઝૂકયા હતા. યદ્યપિ તેમણે ચેલણાની શ્રદ્ધાની કસોટીઓ પણ કરી હતી. પરંતુ ચેલૂણામાં એવું સત્વ હતું, તત્વના બોધનું જ્ઞાન હતું તેથી તે ખૂબ ધીરજપૂર્વક મહારાજાને જ્ઞાતપુત્રના ધર્મની વાતો સંભળાવતી. વળી શ્રેણિક રાજાને ચલ્લણા પ્રત્યે અતિ સ્નેહ હતો. તેની કુશળતામાં વિશ્વાસ હતો. તેની
૯૩
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org