________________
સાથે સુનંદારાણી પણ એકમત હતા. મહામંત્રી તો પ્રથમથી જ જ્ઞાતપુત્રના ચાહક હતા. દિન પ્રતિદિન શ્રેણિક મહારાજ પ્રભુના સાચા ભકત તરીકે પ્રગટ થયા. આજે પ્રભુના પવિત્ર પગલા રાજગૃહીમાં થવાના હતા. તે પહેલા તે ચેત્યવનમાં બિરાજયા હતા. લોકો આનંદથી નાચતા ગાતા જતા હતા. વાજિંત્રો સુરો રેલાઈ રહ્યા હતા.
તે લગભગ નગરના દરવાજે પહોંચ્યો ત્યારે મગધરાજ, મહારાણી, મગધના મહામંત્રી સપરિવાર તથા કુમાર મેતાર્ય જ્ઞાતપુત્રના સમવસરણ બાજુ જઈ રહ્યા હતા. તે ઉપરાંત નગરના સંઘો, અન્ય પ્રજાજનો પણ ભારે ઉત્સાહમાં સ્વાગતની સામગ્રી લઈને સઉલ્લાસ જઈ રહ્યા હતા.
આ ઉપરાંત મેત જેવા શુદ્રોના મંડળો પણ નાચતા, ગાતા જઈ રહ્યા હતા. સૌને અપૂર્વ ઉલ્લાસ હતો.
નિરાશ થયેલો રોહિણેય આ સર્વ જોઈને આશ્ચર્ય પામ્યો. તેણે પૂછયું તમે સૌ કયાં જઈ રહ્યા છો ?
અમે સૌ જ્ઞાતપુત્રના દર્શને જઈ રહ્યા છીએ. ઘડીભર તેને દાદાના વચનો યાદ આવ્યા તે વિચારવા લાગ્યો કે દાદાને આપેલા વચનનું શું? પરતુ તરત તેને પેલા ચાર વાકયોથી ફાંસીની કમોતની સજામાંથી છૂટયાની સ્મૃતિ થઈ અને તે પણ ઉલ્લાસથી દોડડ્યો અને સૌથી પ્રથમ જ્ઞાતપુત્ર પાસે પહોંચી. તેમના ચરણમાં ઝૂકી ગયો.
રોહિણેય જ્ઞાતપુત્રને શરણે. હે, સ્વામી ! હું રોહિણેય ચોર, લુંટારો, ડાકુ મને તમારા કમને સાંભળેલા વચને ફાંસીના માંચડે ચડતો બચાવ્યો છે. મારા પર આપનો મહા ઉપકાર છે. મને પાપીને આપ શરણ આપશો? ' અરે રોહિણેય ! ધર્મના ક્ષેત્રમાં પાપી કોણ પુણ્યવાન કોણ? ઉંચા કે નીચ કોણ ? ધર્મનું શરણ સૌને સમાન ગણે છે. તે ધર્મ અહિંસા, સંયમ અને તપ દ્વારા પ્રાપ્ત થાય છે. તેના પાલન માટે ક્રોધાદિ ત્યજી સમભાવની આરાધના માટે સાધુ થવું ઘટે.
પણ પ્રભુ, હું તો મહા પાપી છું. મારા પાપનું વર્ણન શું કરું? હું કેવી રીતે આપના પવિત્ર ધર્મને પાત્ર બનું? તે પુનઃ બોલ્યો.
અનોખી મૈત્રી
८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org