________________
અને તે સર્વે જમીન પર પગ મૂકીને ચાલતી હતી. તરત જ રોહિણેયના મગજમાં વીજળીની જેમ એક ઝબકારો થયો. અને તેને જ્ઞાતપુત્રના ન છૂટકે સાંભળેલા વચનો યાદ આવ્યા. ' અરે, જ્ઞાતપુત્રના વચનોનું સ્વર્ગલોકનું વર્ણન અને આ દેવીઓનું દશ્ય બન્ને જુદા લાગે છે. અને તેણે વિચારી લીધું કુશળ મહામંત્રીએ મને ગુનો કબુલ કરાવવા ભારે શ્રમ કરીને આ રચના કરી છે. અને તેણે તરત જ નિર્ણય કર્યો કે ભલે દાદાનું વચન પાળી ન શક્યો. પણ જ્ઞાતપુત્રના વચન સાચા છે તે પૂરવાર થયું છે. એટલે ઘણી વિનવણી છતાં સાવધ બનીને તે સુકૃત્યો કહેતો રહ્યો. હવે અપ્સરાઓ નિરાશ થઈ વિમાસણમાં પડી.
રોહિણેય નિષ ઠર્યો અને છૂટયો ત્યાં તો દૈવીમહેલના ગુપ્તદ્વારથી મુખ્યમંત્રી અને મેતાર્ય બહાર આવ્યા. સૌ અપ્સરાઓ બીજા ખંડોમાં ચાલી ગઈ. - મહામંત્રી : હે, નરવીર, તારી કળાને, સંયમ અને શુરવીરતાને ધન્ય છે. આવા કામ ભોગના સાધનો વચ્ચે તે પવિત્રતા જાળવી છે. તું રોહિણેય છે તે હું જાણું છું. અપરાધી તરીકે પૂરવાર થવાના અભાવે મગધનું ન્યાય તંત્ર તને મુકત કરે છે. તું હવે મુકત છે.
હે, નરવીર, તારી શક્તિનો વ્યય ન કરતા સદુપયોગ કરજે. જ્ઞાતપુત્રનો બોધ સાચો છે કે માનવ તેના કર્તવ્યથી ઉંચા કે નીચ છે. તારૂ કલ્યાણ થાઓ અને તારી શક્તિનો સદુપયોગ કરજે. મેતાર્યો પણ તેને શુભાશિષ આપી.
- રોહિણેય મુકત થયો. હજી સવારના પ્રકાશ પૂર્ણ પ્રગટયો ન હતો. માર્ગે જતાં આજે તેના પગ તેની ગિરિકંદરાઓ તરફ ઉપડતા ન હતા. તેના મનમાં ભારે મનોમંથન ચાલી રહ્યું હતું. - તે વિચારતો હતો કે મહામંત્રીએ મારો અપરાધ પૂરવાર થાય તેની કામભોગયુકત અદ્ભુત રચનાઓ કરી. જો હું સહેજ પણ લોભાયો હોત તો ફાંસીના માંચડો મારા માટે નક્કી હતો.
હા, પણ આખરે મને સાચું ભાન કેમ થયું. કે આ માયાજાળ છે. સાચી સ્વર્ગપૂરી નથી. હા, પેલા જ્ઞાતપુત્રના કમને સાંભળેલા
અનોખી મૈત્રી
૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org