________________
મરણ પામવાનું છે. હવે આમાં કંઈ ફેરફાર કરવાનું આપણા હાથમાં નથી વળી તમારે પેલી સાત કુમળી કન્યાઓનો વિચાર કરવાનો છે. તે કેવી મુંઝાઈ ગઈ હશે?
બંને જનેતા ચિર નિદ્રામાં પોઢેલી જોઈ મેતારજ એવા વિમાસણમાં હતા કે ત્યાંથી ખસી ન શકયા.
મેતારજનું રૂદન કેમ અટકે? વળી ધનદત્ત જેવા શેઠ એક ખૂણે બેસી રડી રહ્યા હતા. મહા ઉલ્લાસમય જીવનનો આવો રકાસ ?
મહામંત્રી ક્ષણભર ક્ષોભ પામી ઉભા રહ્યા. છેવટે પુનઃ મેતારજ પાસે આવ્યા, ખૂબ હેતભરી વાણીથી સમજાવ્યું કે આ બે સનારીઓના સખ્યભાવની જોડ આપણને ઘણું શીખવી જાય છે. ઊંચ નીચના ભેદ કયારે દૂર થશે તે તો કોણ જાણે પણ આ સહિયરોએ તો અભેદ જીવન જીવી અને મરી બતાવ્યું, માટે શોક ન કરો.
ત્યાં તો જોશીઓ દોડી આવ્યા કે લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. જલદી નિર્ણય કરો અને મુહૂર્ત સાચવી લો. વરઘોડે ચઢેલા વરરાજા ખાલી પાછો ન ફરે.
આ સાંભળી મહામંત્રી બોલ્યા મેતારજ, હિંમત ધારણ કરે, ચાલો પ્રથમ લગ્ન વિધિ પૂરી કરો, તે પછી માતાઓની અંત્યેષ્ટિ ક્રિયા પણ કરવાની છે.
પ્રાણસખા મહામંત્રી, તમે ન્યાયથી વિચારજો. હું હવે આર્યપુત્ર નથી. મેતપુત્ર છું. કન્યાઓના માતા પિતાએ ધનદત્ત શેઠના આર્યપુત્ર સાથે કન્યાઓના વિવાહ કર્યા છે. હવે તેઓ આ લગ્નમાં સંમત છે?
કન્યાઓ અને તેમના માતા-પિતા ત્યાં હતા. કન્યાઓના માતાપિતા મહા વિમાસણમાં હતા. કન્યાઓ તો મુંઝવણથી મુરઝાઈ ગઈ હતી. તેમના મુખકમળ કરમાઈ ગયા હતા. અમારા પતિ મેતપુત્ર છે!
મહામંત્રી : હે વડીલો ! મેતારક મેતપુત્ર છે તે જાણ્યા પછી તમારી કન્યાઓના તેની સાથે લગ્ન તમને મંજુર છે ?
સઘળા માતા પિતાએ નકારમાં માથું હલાવ્યું. પછી મહામંત્રીએ કન્યાઓને પૂછયું, હે પુત્રીઓ! તમે સંકોચ ન રાખતા તમારો અભિપ્રાય જાહેર કરો.
અનોખી મૈત્રી Jain Education International
૧ ૧૭ www.jainelibrary.org
For Private & Personal Use Only