________________
પ્રજામાંથી પણ સાદ સંભળાતો, કોઈ કહે, મહાઅમાત્ય જીત્યા ગણાય. કોઈ કહે મેતાર્ય વિદન છતાં પણ પહોંચી ગયા તેથી તે જીત્યા ગણાય.
મેતાર્ય આવીને મહારાજાને નમ્યો. મહારાજે તેને ધન્યવાદ અને પૂરા હેત સાથે આલિંગન આપ્યું.
મેતાર્ય : મહારાજ જીત તો મહામંત્રીની જ ગણાય, હું એકવાર લથડયો એટલી શરતમાં મારી ખામી ગણાય.
ત્યાં તો મહા અમાત્ય આગળ આવ્યા, “ના મહારાજ જીત તો મેતાર્યની ગણાય, લથડયો છતાં શરતના સ્થાને સાથે જ પહોંચ્યો.”
બંને વિજેતાની આવી ઉદારતા જોઈ પ્રજા તો ઠરી જ ગઈ. મહારાજ બંનેની આવી નિખાલસતાથી ગદ્ગદ્ થઈ ગયા.
યુવાનો, હું યોગ્ય ન્યાય આપીશ. આ વિજય માત્ર તમારો નથી. પણ એમ માનો કે પૂરી મગધની પ્રજાનો છે. જે રાજયમાં આવા નિઃસ્વાર્થ મહાન મહારથીઓ છે તેને શું ઈનામ આપું? અને મહારાજની ડાબી જમણી બાજુએ ઉભેલ બંને વિજેતાને મહારાજે પોતાના બંને બાજુમાં સાથે લઈને આલિંગન આપ્યું. જાણે બંનેને સરખું જ પારિતોષિક આપતા ન હોય ! તેવું દશ્ય સર્જાયું. પ્રજાએ પણ બંને વિજેતાઓને તાળીઓથી દિલથી સત્કાર્યા વધાવ્યા.
વળી અન્ય વિવિધ જાતના ખેલ હજી બાકી હતા. તેમાં સૌ પ્રવૃત્ત થયા. અનેક રમતો રમાઈ ગઈ. સૌની યોગ્યતા પ્રમાણે પારિતોષિક જાહેર થયા. રાજા પ્રજા સૌ ખૂબ આનંદમાં હતા. અનેકવિધ વાતો કરતાં આનંદ માનતા સૌ વિખરાતા હતા.
આ બાજુ વિરૂપા બેભાન હાલતમાં પડી હતી. કોઈને કંઈ મુશ્કેલી ન પડે તે રીતે પડછંદકાય એવા માતંગે વિરૂપાને ઉપાડીને દૂર એક વૃક્ષની છાયામાં સૂવાડી. વળી બબડવા લાગ્યો. આ વિરૂપા બૈરીની જાત કયારે મારી વાત માને નહિ. બની ઠનીને બહાર નીકળે. નાગની ફણા જેવો કાળો લાંબો કેશનો અંબોડો તેમાં લાલ ફૂલ નાંખે. હું ઘણીવાર ના પાડતો હવે આ નખરા છોડ. નજર લાગશે, તો જીવથી જઈશ, પણ માને નહિ.
અનોખી મૈત્રી
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org