________________
વળી તેણે પોતાના મંત્રની વિદ્યા અજમાવી. પાણી લાવીને છાંટયું પણ વિરૂપા હજી ભાનમાં ન આવી. ભારે નજર લાગી છે. એમ બોલતો માતંગ વળી બીજા ભારે મંત્રો ગણતો જાય હાકોટા કરતો જાય. મંત્રેલી તામ્ર મુદ્રિકા આંગળી પરથી કાઢી વિરૂપાના વાળની લટ સાથે બાંધી, મંત્રો વડે દેવોને આહવાન કર્યું પણ વિરૂપા તો હજી બેશુદ્ધ હતી. માતંગ મનમાં મુંઝાતો હતો. કોઈ જબરી શાકીનિ વળગી લાગે છે.
આ બાજુ રમતોની પૂર્ણાહૂતી થઈ હતી. માનવમેદની ઘર તરફ વળતી હતી. આ વૃક્ષ પાસેથી રાજમાર્ગ જતો હતો. ત્યાંથી શ્રેષ્ઠિઓ અને રાજવંશીઓ પસાર થતા હતા.
ત્યાં તો તેણે એકાએક અવાજ સાંભળ્યો. માતંગ! કેમ વિરૂપા આમ જમીન પર સૂતી છે ? માતંગે જોયું કે આ તો શેઠાણીબા છે.
“શેઠાણીબા એને કોઈની મેલી નજર લાગી છે. હમણા મંત્રો દ્વારા તે નજર ઉતારી દઉં છું. તમે ફિકર ન કરો. તમે હવેલીએ પહોંચો.”
અરે, મારે ઉતાવળ શી છે? અને તેમણે પોતાની શિબિકામાંથી ઉત્તમ પાથરણું માતંગને આપ્યું. માતંગ આ પાથરણા પર વિરૂપાને સુવાડી દે. આમ ધૂળમાં ના રખાય.”
બા તમે શા માટે ચિંતા કરો છો, તકલીફ લો છો ? હમણાં નજર ઉતરશે એટલે સારૂ થઈ જશે. તમે પધારો, નગર લોક નિંદા કરશે. - “માતંગ અમારી તો સાચી મિત્રતા છે. તેથી અમે નિંદાથી પર થઈ ગયા છીએ અને શેઠાણીબા દેવશ્રી વિરૂપાની નજીક આવી ગયા. લોકો કુતુહલથી ટોળે વળ્યા.
દેવશ્રીની પાછળ જ મેતાર્ય અશ્વ પર આવી રહ્યો હતો. માતાને ટોળામાં ઉભેલા જોઈ તેણે અશ્વને તે બાજુ લીધો. ટોળાએ તરત જ જગા કરી દીધી. વળી પાછળ મહામંત્રી આવતા હતા. તેમની મર્યાદા જાળવવા ટોળું વિખરાઈ ગયું. વિરૂપા પણ આંખ ખોલતી વળી બંધ
થતી.
૪૬ Jain Education International
અનોખી મૈત્રી
www.jainelibrary.org
For Private & Personal Use Only