________________
મહારાજાએ આવેશમાં માતંગને ફાંસીની સજા જાહેર કરી. અભયમંત્રીએ રાજાને વિનંતિ કરી કે ફાંસી દેવાથી તેની વિદ્યા પણ નષ્ટ થશે. પ્રથમ તેની પાસે વિદ્યા છે તે ગ્રહણ કરી લેવી. આવી વિદ્યાનો નાશ થાય તે બરાબર નહિ. રાજાએ તે વાતનો સ્વીકાર કર્યો. વિદ્યા ધારણ કરવા રાજા નીચે આસન પર બેઠા અને માતંગ સિંહાસન પર બેઠો. તેણે પૂરા ભાવથી રાજાને મંત્ર આપવા પ્રયત્ન કર્યો. પણ મંત્ર માટે જે ભાવ પવિત્રતા જોઈએ તે રાજામાં કયાંથી હોય? જો કે માતંગ તો પૂરા ભાવથી મંત્ર બોલતો હતો.
આ ક્રિયા પૂરી થઈ ત્યારે કુશાગ્ર એવા અભયમંત્રીએ કહ્યું કે મહારાજા વિધા આપનાર ગુરૂ કહેવાય તેને ફાંસી આપવાથી ગુરૂ હત્યાનું મહાપાપ થાય. મહારાજનો આવેશ શમી ગયો હતો. તેઓ માતંગ પર પ્રસન્ન થયા અને યોગ્ય ભેટ આપી વિદાય કર્યો.
વિરૂપાનો દોહદ પૂર્ણ કરવામાં રાજદરબારમાં માતંગના મૃત્યુનો ઘંટ વાગ્યો પણ અભયમંત્રીના સબુદ્ધિબળે માતંગ ફાંસીના માચડાને બદલે સિંહાસન પર બેઠો, જીવતદાન મળ્યું. જો કે માતંગના મનમાં તો વિરૂપાની ઈચ્છા પૂર્ણ થઈ એનો જ આનંદ હતો. વળી આ પ્રસંગ પછી રાજાના અને અંતઃપુરના સૌના મનમાં માતંગનું સ્થાન વધુ ગૌરવપૂર્ણ બન્યું.
માતંગ જેવો પરાક્રમી હતો તેવો શીલ સંપન્ન હતો. તેથી અંતઃપુરમાં વિશ્વસનીય હતો. રાજકુમારી તળાવે સ્નાન ક્રીડા કરવા જાય તો ચોકીદાર તરીકે માતંગની હાજરી માન્ય ગણાતી.
રાજદરબારે બનેલા પ્રસંગના પરિણામથી માતંગ પ્રસન્ન હતો. ભેટ સોગાદ સાથે પોતાને ખોરડે પહોંચ્યો. વિરૂપા રોટલા ઘડીને નવરી પડી આરામ કરતી હતી. ભેટ સોગાદો જોઈ વિરૂપાએ માતંગને પૂછયું આ ભેટ શું છે ? તેણે રાજદરબારનો પ્રસંગ કહ્યો. ફાંસીની સજામાંથી અભયમંત્રીએ કેવો ઊગાર્યો ! પણ વિરૂપા ખરેખર મારી મંત્ર વિદ્યા એવી કે મને દેવો જ સહાય કરે પછી ફાંસીની સજા કેવી રીતે થાય ?
પ્રથમ તો વિરૂપા મુંઝાઈ કે અરે મેં માતંગને કેવા જોખમમાં
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org