________________
ઉતારી દીધો. પણ પૂરો પ્રસંગ સાંભળ્યા પછી માતંગની વિદ્યા પર તે વારી ગઈ. બન્ને પ્રસન્નતાથી અન્યોન્ય ભેટી પડયા. અને એ દોહદની પણ પૂર્ણાહૂતિ થઈ.
આમ ગરીબની અછૂતની આ વસાહતમાં એક નાના ખોરડામાં પ્રેમનો વૈભવ સદા રેલાતો રહેતો. કોઈવાર લાગે કે અંતઃપુરની વિલાસી જીવન જીવતી રાણીઓ કે તેમના અલંકારોનો વૈભવ અહીં ઝાંખો પડી જાય. સ્નેહની સરિતાને ઊંચ શું નીચ શું ? તેમાં પણ પ્રભુના બોધ પામેલા આ દંપત્તિમાં શીલનું સત્વ પણ અજબનું હતું. ગોપદાદા જેવો અજંપો આ માતંગને હતો નહિં. પોતે શુદ્ર છે તેવું કયારેય આ દંપત્તિ અનુભવતા નહિં, તેમના જીવનની મમતા મસ્તી જ તેમને શુદ્રતાનું ભાન કરાવતી જ નહિં. વળી રાજદરબારમાં માન ધરાવતા માતંગને સૌ માનભરી દષ્ટિથી જોતું અને વિરૂપાનું તો વ્યક્તિત્વ જ એવું હતું કે શ્રેષ્ઠિના યુવાન સંતાનો પણ ઘડીભર તેને જોઈ લેતા.
બન્નેની જીવનશૈલી જ એવી હતી. તેથી લાગે કે જાણે વિરૂપાના ઉદરમાં કોઈ ઉત્તમ જીવનું અવતરણ થયું હોય ! કયારેક બન્ને ભાવિ સંતાનની મીઠી ગોષ્ટિ કરતા. માતંગ કહેતો પુત્ર જ જન્મશે અને તે મારા જેવો હશે. તેને મારી બધી વિદ્યા શીખવાડીશ.
વિરૂપા કહેતી ભાલ તારા જેવું હશે પણ તારા જેવા ફુલેલા નાકના ટોપચા શોભે નહિં. મારા જેવી તેની નાસિકા હશે. વળી ભગવાન મહાવીરનું તત્વજ્ઞાન પણ તેને આપીશું. માતંગ કહેતો મારી મંત્રવિદ્યા પણ શીખવીશુંને ? આમ ભાવિ તરંગોમાં ખોવાયેલા તેઓ પ્રસન્નતાથી સુખદ રાત્રિ ગાળી નિદ્રાવશ થયા.
એ સમયે શુદ્રોની સામાજિક સ્થિતિ
એ સમયે શૂદ્રોને ઘણી હીણપત અનુભવવી પડતી હતી. વિરૂપા મર્યાદા જરૂર રાખતી. પણ લાચારી તેને સ્પર્શતી જ નહિ. હંમેશા પોતાનું ગૌરવ સાચવી લેતી.
એકવાર સફાઈ કરતી હતી અને પવન ફૂંકાયો, તે જ વખતે એક ભૂદેવ સ્નાન કરીને મંત્રોચ્ચાર કરતા આવતા હતા. “અરે ! ચાંડાલણી મને અપવિત્ર કર્યો, જરા સંભાળીને કામ કર.’’ ત્યાં વળી
૧૮
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org