________________
સ્નેહપાન સૌને માટે સમાન છે તેમાં કયાં મહેલની મહેલાતોની કે ઝવેરાતની જરૂર છે ? સાધન સંપત્તિની જરૂર છે ?
માનવજીવનમાં પ્રેમની એકતામાં ઊંચનીચપણું નથી. માતંગ અને વિરૂપાનું જીવન ઉચ્ચકુળમાં જન્મેલા દંપત્તિને પણ દુર્લભ એવું જીવન સુખ હતું. માતંગ રાજસેવક હતો તેથી તેને લક્ષ્મીની પણ કંઈ ખોટ ન હતી. માનભર્યું તેનું સ્થાન હતું. સમય આવે અંતઃપુરની બહારની રખેવાળી તેને સોંપવામાં આવતી બન્ને કામથી ઘરે આવે અને તેમનું ખોરડું આનંદ કિલ્લોલથી ગાજી ઉઠતુ. આવા સુખભર્યા દિવસો વિતતા હતાં.
માતંગને મનમાં એક સંતાપ હતો કે વર્ષો થયા છતાં હજી પોતે નિઃસંતાન છે. તેનો આ સંતાપ પણ હવે દૂર થયો હતો. વિરૂપાને સીમંત હતું. માતંગના સુખની અવિધ હતી. તે કયારેક વહેલો આવતો વિરૂપાની ખૂબ સંભાળ રાખતો. આમે તે વિરૂપાના ગુણને રૂપને વરેલો હતો. તેમાં વિરૂપાને સીમંત, એટલે વિરૂપાના બધા જ કોડ દોહદ પૂરા કરે યદ્યપિ શુદ્ધ જાતિને દોહદનો પણ અધિકાર ! પરન્તુ વિરૂપાના ઉદરમાં કોઈ ઉચ્ચ જીવનું અવતરણ હશે તેથી તેને દુર્લભ દોહંદ થતાં.
વિરૂપાનો દોહદ
એકવાર વિરૂપાનું મુખ કરમાયેલું જોઈ માતંગ સર્ચિંત થઈ ગયો. ત્યારે વિરૂપાએ કહ્યું કે મને કમોસમે આંબાનું ફળ ખાવાની ઈચ્છા થઈ છે. તે કેવી રીતે પૂરી થાય ? માતંગ પણ કંઈ મુંઝાયો છેવટે તેને યાદ આવ્યું કે કામ જોખમી છે પણ વિરૂપાને માટે પ્રાણ પાથરવા તૈયાર માતંગે તે કામ પાર પાડયું.
રાજાના એક ઉદ્યાનમાં દેવ અધિષ્ઠિત આંબાનું એક વૃક્ષ બારે માસ આંબો આપતું. માતંગ પાસે અદૃશ્ય થવાની વિદ્યા હતી. તેથી તે રોજ એક આંબો લાવતો વિરૂપાને પ્રેમથી આપતો. આમ વૃક્ષ પર આંબા ઓછા થતા ગયા. ઉઘાનપાલકે રાજાને સમાચાર આપ્યા. અભયમંત્રીની કુશાગ્રબુદ્ધિથી આંબાચોર પકડાઈ ગયો.
રાજાઓ હંમેશા ઉતાવળા હોય, મંત્રીઓ શાણા હોય. શ્રેણિક
૧૬
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org