________________
એક છેડે બેસતા, કોઈક જો સંસારનો ત્યાગ કરતો તે પ્રથમ તો નગણ્ય મનાતો પણ પછી પ્રભુના બોધના કારણે સૌમાં સન્માન પામતો. આમ વાચકે મુનિ મેતારજની કથા પહેલા ઘણું બધું જાણવું પડશે.
કર્મની પદ્ધતિમાં પણ ઉચ્ચનીચ ગોત્રનું નિર્માણ છે તે કર્મ આધારિત સમજી શુદ્રો સ્વીકારી લેતા છતાં જયારે આત્મવિકાસનો ક્રમ આવે છે. ત્યારે ગોત્ર ગૌણ થાય છે તે આપણે આ કથા પરથી જોઈશું.
આ શુદ્રોની વસ્તીની વસાહત અલગ હતી. આ વસાહતના ખોરડાઓમાં એક બુદ્ધિમાન, પરાક્રમી નિર્ભય ગોપશુદ્ર વસતો હતો. પૌત્ર રોહિણેયના કારણે તેને સૌ દાદા કહેતા. જો ક્ષત્રિયના સાહસોની સાથે તેને સરખાવો તો તેનામાં બધા જ લક્ષણો હતા. કોઈ મહાન યોદ્ધા જેવી તેની પાસે તીરંદાજી, ઘોડેસ્વારી જેવી વિદ્યાઓ હતી. મંત્ર વિદ્યા યુક્ત સંસ્કારે તે ઘણી ઉચ્ચતા ધરાવતો.
રાજ્ય તરફથી કોઈ પ્રસંગે તેનું અપમાન થયું અને તેનામાં રહેલી બુદ્ધિ પ્રતિભા અને પરાક્રમે તેના અંતરને વલોવી નાંખ્યું. આથી તેણે એક મનસૂબો કર્યો કે અમારી જાતિના લાયક માણસને યોગ્ય સ્થાન મળવું જોઈએ. પ્રથમ તેણે ઉપદેશકો કે પંડિતો સાથે ચર્ચા કરી પણ શુદ્રતા એ પૂર્વકર્મના પાપ છે, ભોગવી લો, એવા આશ્વાસનો મળતા. જેનાથી ગોપદાદાને સંતોષ ન થયો. ભલે જ્ઞાતપુત્રે સૌને સરખા સ્થાન આપ્યા હોય છતાં પ્રણાલિ તો આજ રહી હતી. તેથી તેનું મન સમાધાન પામતું નહિ.
એણે આ વસાહતમાં રહેતા કેટલાક યુવાનોને ભેગા કર્યા અને પોતાનું મંતવ્ય જણાવ્યું. માનવ માનવ વચ્ચે આવી અસમાનતા ? ભલે ધર્માચાર્યો સમાનતામાં માને છે, તો પણ આપણો સ્વીકાર તો શુદ્ર તરીકે જ થાય છે. માટે આપણે હવે સજ્જ થવું અને કોઈપણ ભોગે આપણો વિકાસ કરવો. વાસ્તવમાં ગોપદાદા મોટો રાજા થાય કે નહિં, પણ કોઈ નગરના સૂબો થવા જેટલી સર્વ કુશળતા તેનામાં હતી. તે સૌ જાણતા છતાં સંયોગાધીન તેની વાત સૌને વધારે પડતી લાગતી.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org