________________
કર્યું કે મારા ખોટના દિકરાનું નામ વિરૂપા પાડશે. સૌના મોંમાથી શબ્દ સરી પડયો.
વિરૂપા? અરે મેત ?”
શેઠાણી : મારે તો આ સાત ખોટનો દિકરો છે. કોઈનાથી નજરાઈ ન જાય માટે મેત પાસે નામ પડાવવું છે. તેનું નામ આપણી શેરીમાં જાણીતું છે તે વિરૂપા નામ પાડશે. જોશી મહારાજ પાસે રાશિ જોવરાવશો નહિ.
જોષી મહારાજે બાળકનું લલાટ જોઈ ભાવિ ભાગ્યું કે પુત્રને રાજવંશી જેવો યોગ છે. મહા તેજસ્વી અને બુદ્ધિશાળી થશે. સંપત્તિ તો તેને શોધતી આવશે. અને વળી આત્મ કલ્યાણનું કાર્ય પણ સાધી લેશે. ' ' - વિરૂપા, બિચારી ! તે પણ પ્રસુતા હતી તે પ્રમાણે શરીરની
વ્યવસ્થા તો થતી રહે. સ્તન દૂધથી ભરાઈ જતા ત્યારે મનોમન બે હાથ ઉંચકાઈ જતા બાળકને ખોળામાં લઈ સ્તનપાન કરાવવાની પ્રકૃતિ થઈ આવતી. પણ હાથ-ખોળો ખાલી રહેતા. મનના વહેણને મનમાં જ વાળી લેવાનાં હતાં.
વળી કલ્પનામાં રાચતી ખરેખર માતંગ જેવું તેનું કપાળ હોવું જોઈએ. અને નાક તો મારા જેવું તીણું હશે. તેના હાથ માતંગ જેવા લાંબા હશે. મારો બાળ કેવો નયન રમ્ય હશે. હા પણ હવે કોનો બાળ અને કોનો લાલ? મનમાં જાણે વાત્સલ્યની સરવાણીઓ ઉઠતી અને સમાઈ જતી. ભ્રમમાં વળી હાલરડું ગાતી અને રાજી થતી. પાછી વાસ્તવિકતા પર આવીને શાંત થતી. - ત્રણ ચાર દિવસ પછી ધીમે ધીમે ઘરકામે લાગી. ત્યાં એક દિવસ નંદાદાસી આવી. માતંગ ઘરે ન હતો. તેણે પુત્રના રૂપ સૌષ્ઠવની વાત કરી. વિરૂપા સાંભળે અને મનમાં કંઈક ઉદ્વેગ આવે વળી આનંદ પણ થાય.
થોડી વાર પછી નંદા કહે, હું તો ખાસ વાત કરવા આવી હતી તે તો ભૂલાઈ ગઈ.
વિરૂપા, સાંભળ, અગિયારમે દિવસે બાળકનું નામ પાડવાનું
૩૨
- અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org