________________
લાવીને શું કરશો ? જે થયું તે થયું. અને હવે હું તો ભગવાન મહાવીર પાસે પ્રવજયા ગ્રહણ કરીશ. તમે શાંત થાઓ. ભગવાન મહાવીરના બોધને યાદ કરી યુદ્ધના વિચારો ત્યજી દો. રાજા ચેટક શાંત થયા. સુજયેષ્ઠા પ્રભુ પાસે દીક્ષિત થઈ.
અરે ! અભયમંત્રીએ કરેલા આયોજનમાં કેવું અવળું થયું. સુજયેષ્ઠાને બદલે ચેલ્લણા આવી, એક સાથે સુલસાના બત્રીસ પુત્રો મરણ પામ્યા. તેનું ગૂઢ રહસ્ય તે જાણતા ન હતા. આ બાજુ રાજયમાં આનાથી ભયાનક તો શું બન્યું કે અભયમંત્રીની અજોડ કુશાગ્રતાને પણ ઝાંખી પાડી દીધી તે હવે જોઈએ.
રોહિણેય દાદાને આપેલા વચનને વિસર્યો ન હતો. ઉપરથી પાણી શાંત જણાતું હતું. પરન્તુ વચન પાળવાની દઢતા માટે તે કુશળતાપૂર્વક આયોજન કરતો હતો. મુખ્ય રાજયનો ખજાનો લૂંટવાનો તેનો આશય હતો. તેમાં રાજકાજની અંદરની માહિતી મેળવવી જરૂરી હતી. તેથી તેણે રાજય નિર્મિત ગણિકા દેવદત્તાનો સંપર્ક સાધ્યો. એ કાળે રાજગણિકાઓ વિશ્વાસુ જાસુસી જેવા અનેક કાર્ય કરતી. એટલે રાજકાજના અંદરના ગૂઢ કાર્યોથી પણ માહિતગાર રહેતી. રાજગણિકાનું રાજ્યમાં માનવંતુ સ્થાન રહેતું.
રોહિણેય કુશળ હતો. તેણે દેવદત્તાનો વિશ્વાસ સંપાદન કર્યો. ધન વેરવામાં ખૂબ ઉદાર રહ્યો. અને દેવદત્તાના ઘણા પ્રયત્ન છતાં તેના પ્રત્યે કામાતુર થયો નહિં. સંયમ રાખી અંતે જાણવા જેવી વિગત જાણી લીધી કે ચાર દિવસ મહારાજા, મહામંત્રી, ચુનંદા સૈનિકો, મહારાજાના અંગરક્ષક બત્રીસ સુલસા પુત્રો વગેરે રાજયની બહાર છે. રાજાને પ્રજાને પરાક્રમ બતાવી પોતાનું કાર્ય કરવાના આ દિવસો તેને માટે મહત્વના હતા.
એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેવદત્તાના નિવાસેથી નીકળી સ્વસ્થાને પહોંચ્યો. બીજે દિવસે મહારાજા વગેરેએ વૈશાલી તરફ પ્રયાણ કર્યું. તે તકનો લાભ લઈ તે પોતાના સાથીઓ સાથે રાજગૃહી પર તૂટી પડયો. સમયનો વિલંબ કર્યા વગર સવારથી જ તેણે સાથીઓને નગરી લૂંટવાનો આદેશ આપ્યો. પોતે અંતઃપુરની દિશામાં વળ્યો.
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org