________________
રાજાની આજ્ઞા થતાં રથ ત્વરાથી સુરંગની બહારથી આગુળ વધ્યો. પાછળ સુલસાના બત્રીસ પુત્રો રક્ષણ માટે તૈયાર હતા.
આમ બધુ આયોજન સફળતાથી ગોઠવાયું હતું. છતાં રાજા પોતાના રાજયમાં પહોંચવાની અને બત્રીસ સુલસા પુત્રોના પાછળ આવવાના વિચારમાં સચિંત હતા. તે સમજયા કે સુજયેષ્ઠા આવી ગઈ છે. માર્ગમાં બ્રાહ્મણની પાસે પાણિગ્રહણની વિધી કરી. રાજા શ્રેણિકે જયારે સુજયેષ્ઠાને સંબોધન કર્યું ત્યારે ચેલ્લણાએ કહ્યું કે હું તેની નાનીબહેન ચેલ્લણા છું. ત્યારે જ ખ્યાલ આવ્યો કે આ તો ચેલ્લણા છે. સુજયેષ્ઠા તો ત્યાં રહી ગઈ છે. ચેલ્લણા પણ સુજયેષ્ઠા જેવી જ સૌંદર્યવાળી હતી તેથી રાજાએ સંતોષ માન્યો.
સુજયેષ્ઠા અલંકારનો ડબ્બો લઈને આવી ત્યારે મેદાન સાફ હતું. ન મળે રથ કે ન મળે કોઈ સૈનિક. તે ક્ષોભ પામી ગઈ અને રડતી બૂમો પાડતી મહેલમાં પહોંચી. ચેલ્લણાનું અપહરણ થયું છે. તરત રાજા ચેટક આવી પહોંચ્યા. ‘ચેલણાનું અપહરણ' ?
કોણે અપહરણ કર્યું ? ‘“રાજા શ્રેણિકે”. ચેટક રાજા અતિ કોપાયમાન થયા, અને તલવાર લઈ ઉભા થઈ ગયા. મારી રાજકન્યાનું અપહરણ કરનારને હણી નાંખું. ત્યાં તો સેનાપતિ આવ્યા, તેમણે કહ્યું કે આપ ધીરજ રાખો હું તે કામ પતાવી હમણાં જ આવું છું.
સુજયેષ્ઠાએ બતાવેલા સ્થળે તેઓ સુરંગ આગળ પહોંચ્યા. મહારાજાનો રથ તો આગળ નીકળી ગયો હતો, ત્યાર પછી ક્રમમાં સુરંગમાંથી બત્રીસ રથો નીકળતા હતા. સેનાપતિએ પાછળથી એક તીર છોડયું. છેલ્લા રથીને વાગ્યું. તે મરણ પામ્યો. તેની સાથે બાકીના રથીઓ રથમાં ઢળી પડયા. મૃત્યુને આધીન થયા. હવે આ સર્વે રથો બહાર કાઢયા વગર સુરંગ માર્ગે થઈ જઈ શકાય તેવું રહ્યું નહિ. તેથી સેનાપતિ પાછા ફર્યા અને રાજા પાસે નિવેદન કર્યું.
શું ચેલ્લણા પાછી નથી આવી ? અને કોપાયમાન થઈ રાજા યુદ્ધ કરવા તૈયાર થયા.
સુજયેષ્ઠા આ પ્રસંગથી વૈરાગ્ય પામી હતી. તેથી સુજયેષ્ઠાએ રાજાને સમજાવ્યા કે હવે ચેલ્લણા તો શ્રેણિકને પરણી ચૂકી છે. પાછી
પદ
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org