________________
નથી. આ બધા પકવાનોના થાળ રોજ રોજ અમે પાછા લઈને આવીએ છીએ. યોગી ગજબ છે આજે પાંચ માસ ઉપરાંત સમય થઈ ગયો પણ તે તો કંઈ જ લેતા નથી. ઘરે ઘરે ફરે છે અને પ્રસન્ન વદને પાછા ફરે છે.
રાણી આ હકીકત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયા અને બોલી ઉઠયા જો કાલે યોગી ભિક્ષા ગ્રહણ ન કરે તો મારે પણ ભોજન ત્યાગ
મેતાર્ય આ યોગીના દર્શન કરવા ભવ્ય રાજમહેલમાં રોકાઈ ગયા. દેશ દેશની ચર્ચાઓ કરી. સૌ રાત્રિના આરામ માટે ઉઠયા. રાજા રાણીએ મેતાર્યના સ્વાગત માટે કશીજ મણા રાખી ન હતી. મેતાર્ય પણ રાજા રાણીના પ્રેમથી અત્યંત આનંદમાં હતો.
બીજા દિવસના પ્રભાતે એ યોગીના પારણા માટે કેટલાયે શ્રેષ્ઠીઓ પોતાના આંગણે રાહ જોતા હતા. યોગી નીચી નજરે ધીરા પગલાં ભરતાં ત્યાંથી પસાર થઈ ગયા. રાજમહેલ પાસેથી પસાર થઈ ગયા. દરેક સ્થળે જરા ઉંચી નજર કરે અને તરતજ નયનો નીચા ઢાળી યોગી આગળ ચાલ્યા જાય.
રાણીના નયનો સજળ થયા કે અમે કેવા હતુભાગી છીએ કે આટલો વૈભવ છતાં આ યોગી અમારા આ પકવાન પ્રત્યે નજર પણ માંડતા નથી. અમારા વૈભવની કેવી નિરર્થકતા છે !
યોગી રાજમહેલની આગળ ચાલ્યા. એક શ્રેષ્ઠિની હવેલીના ઉંબરામાં એક બાળા ઉભી હતી તે બેડીથી જકડાયેલી, માથે મૂંડણવાળી, સુધાથી મુખ મ્યાન થયેલી. તેના હાથમાં પૂરાણા સૂપડામાં થોડાં અડદના બાફેલા દાણા હતા. તે ખાઈને ક્ષુધા શાંત કરવાના વિચારમાં તે ઉંબરામાં ઉભી હતી. ત્યાં તો તેણે આશ્ચર્યથી જોયું એ યોગી તેની સામે આવી ઉભા હતા. એક દિવસો પહેલા જોયેલા અમીભરી નજરોવાળા એજ યોગી અને તેના નયનોમાં હર્ષાશ્રુ ઉભરાયા. યોગીનો અભિગ્રહ પૂરો થયો હતો.
યોગીએ તેની સમક્ષ પોતાના બે હાથને પસાર્યા. અને બાળાના હસ્તે પેલા બાકળા સ્વીકારી ત્યાંજ તેનો ઉભા ઉભા આહાર કર્યો.
અનોખી મૈત્રી
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org