________________
ત્યાં તો દેવોએ પંચ દિવ્ય કર્યા. ધનવૃષ્ટિ થઈ. કર્ણ ઉપકર્ણ આ વાત થોડિક ક્ષણોમાં નગરમાં ગુંજી ઉઠી અને રાજા રાણી નગરજનો સૌ ત્યાં દોડી આવ્યા.
જ્ઞાતપુત્રનો જય જય કાર થઈ રહ્યો. પણ આ શું જ્ઞાતપુત્રે લગભગ છ માસે રાજા રાણી, અનેક શ્રેષ્ઠીઓએ ધરેલા પકવાનનો અનાદર કર્યો અને આ દાસીના હાથના બાફેલા અડદના બાકળા સ્વીકાર્યા ? અને આ દીન હીન દાસી પણ કેવી પગે બેડીઓથી જકડાયેલી, માથે મૂંડન, સુધાથી પિડિત, તેના હસ્તે મૂઠીભર બાકળામાં આ યોગીને શું મળ્યું.? એ જ તો ચંદનાના ત્રણ દિવસના સમતાભર્યા વીરના સ્મરણનું રહસ્ય હતું.
જ્ઞાતપુત્ર પાછા ફરતા બાળા સામે અમીભરી દૃષ્ટિ નાંખી અને એક આશ્ચર્ય પ્રગટ થયું. બાળાની પગની બેડીઓ તૂટી ગઈ હતી. માથે કેશ કલાપ દીપી ઉઠયો હતો. બાળા પ્રસન્ન થઈ ઉઠી. જાણે તેનું જીવન આ એક અમી દૃષ્ટિથી ધન્ય બની ગયું. તે પોતાનું સર્વ દુઃખ ભૂલી ગઈ.
મેતાર્યની નજર આ તેજપૂર્ણ યોગી પર ઠરી ગઈ. જાણે તેને તેમાં અનૂપમ દેહધારી પ્રકાશ પૂંજના દર્શન થયા! તેનું મન નાચી ઉઠયું. ધન્યતા અનુભવવા લાગ્યો. પુનઃ પુનઃ વંદન કરતો રહ્યો.
લોકોના ટોળામાંથી ગણગણાટ થયો અરે આ તો ધનાવહ શેઠની દાસી, ચંપાનગરીના યુદ્ધની જીત પછી સુભટ તેને ગુલામ તરીકે વેચવા લાવ્યો હતો. તે શેઠે ખરીદી હતી.
મેતાર્ય બોલી ઉઠયો અરે માતાના સ્થાનને શોભાવતી સ્ત્રીનું વેચાણ ! તેણે રાજાની સામે જોયું. રાજા શરમથી નીચું જોઈ ગયા.
શું માનવો પશુની જેમ બજારમાં વેચાય છે? આપણા રાજ્યોની કેવી શરમજનક કથની છે ! - રાજા શતાનિક ગહન વિચારમાં પડી ગયા. આ એક ગુલામ સ્ત્રી નહિ. પણ આવા તો કેટલાય માનવો ગુલામ બન્યા હશે. વેચાયા હશે. મર્યા હશે. કેટલા બલિદાન અને છેવટે મળવાનું શું? પણ હવે તે વિચારવા માટે રાજા ઘણા મોડા હતા.
૮૨
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org