________________
ત્યાં તો એક અજાણ્યો માનવ આગળ આવ્યો. અરે, આ તો અમારા રાજા દધિવાહનની રાજકન્યા છે. તેની આવી દશા ! તે સ્વયં રડી પડ્યો. એ ચંપાનગરીનો રાજસેવક ભાગીને બચી ગયો હતો. તેના મુખથી આ ઉદ્ગાર સાંભળી રાણી મૃગાવતી દોડી આવ્યા. ' અરે, મારી ભાણી વસુમતી ! તેને વળગી પડયા અને રડવા લાગ્યા. મહારાજા આ તો મારી વ્હેનની રાજકન્યા. સત્તાના મદમાં તમે ચંપાનગરી જીતી ને કેવા પરિણામો નીપજાવ્યા.
રાણીનું રૂદન ચાલુ હતું. રાજા પણ ભારે ગ્લાનિ અનુભવી રહ્યા. અરે મારા પાપે કેટલાય જીવો આમ દુઃખી થયા હશે. આ કુમળી કળી જેવી રાજકન્યાને માથે શું શું વીત્યું હશે ?
ચંદના દાસીએ સૌને શાંત કર્યા. જ્ઞાતપુત્રની પધરામણી મારે માટે સ્વર્ગરૂપ છે. તમે રૂદન કરો નહિં. મારા જન્મોના દુઃખ ટળી ગયા છે. હું ગુલામ દાસી નથી. પ્રભુ ચરણની સેવક છું. રાજા રાણી સાથે મેતાર્ય આગળ આવ્યા, તેણે આદરપૂર્વક ચંદનાને વંદન કરી ચરણરજ લીધી. પછી તો નગર વાસીઓએ તેનું અનુકરણ કરી ચંદનાની ચરણરજ લઈ ધન્ય બન્યા. દાસી ચંદના નગરમાં પૂજનીયતા પામી એ સર્વે જ્ઞાતપુત્રની કૃપા હતી.
રાજા રાણીના પ્રેમાળ આવકાર પામેલા મેતાર્યો થોડા દિવસ રોકાઈ આગળના પ્રવાસ માટે રજા માંગી વિદાય થયો. મનમાં તે જ્ઞાતપુત્રના દર્શનની પાવનતા અનુભવતો. ચંદનાની મીઠી સ્મૃતિને વાગોળતો આનંદ માણતો હતો. - મિથિલા, ચંપા, તામ્રલિપ્તિ, કંચનપુર, કાંડિલ્ય, કાશી, કોશલ, સૌરાષ્ટ્ર વિગેરે આઠ દસ પ્રદેશોમાં વિવિધ વ્યાપાર કરી, લક્ષ્મીને ચોગુણી કરી કીર્તિ કળશ લઈ, દેશ વિદેશની કન્યાઓના માંગાને યોગ્ય જવાબ આપી મેતાર્ય સફળ સફર કરી પોતાના વતન પાછો ફરતો હતો. થોડાક માણસોને આગળથી મોકલી માતા પિતાને સમાચાર આપ્યા હતા.
મેતાર્યના અંતઃપુરને બચાવ્યાના પ્રસંગ પછી વળી વ્યાપાર ક્ષેત્રે કુશળ અને નીતિમત્તાને કારણે હવે તેઓ રાજ્યમાં અને નગરમાં
અનોખી મૈત્રી
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org