________________
છેવટે વિરૂપાએ એ રહસ્ય પ્રગટ કર્યું માતંગને પૂરા પ્રેમથી ચાહનારી વિરૂપા માતંગની આ શિથિલતા જીરવી ન શકી. તે પોતે ખૂબ લાગણીવશ થઈ ગઈ. તેને થયું કે અરે આવા પ્રેમાળ, પ્રાણ પાથરનાર પતિને મારે ખરૂ રહસ્ય કહેવું જોઈએ. તે તેની પાસે અડીને બેઠી. ખૂબ વહાલથી તેના હાથને હાથમાં લીધો. માતંગ સાંભળ ! તારા બધા સંતાપ દૂર થાય તેવી વાત મારે તને કહેવી છે.
માતંગ સાંભળ! તું નિરાશ ન થા. આપણે પુત્ર છે અને તે જીવીત છે. માટે શાંતિ રાખી સંતાપ છોડી દે.
વિરૂપા તને આવું ગાંડપણ કેમ સુઝે છે, મારા ઘા પર તું આમ ઘા કેમ કરે છે?
માતંગ જેને તે વરઘોડે ચઢેલો જોયો, અને તેના પુત્રની તે કામના કરી તે મેતાર્ય તારો જ પુત્ર છે.
વિરૂપા તું મને મારા પુત્ર મોહને દૂર કરવા આવું ખોટું આશ્વાસન આપે છે?
ના હું ખોટું નથી કહેતી. તને એક સાચી ઘટના કહું છું. તું મને માફ કરજે, આમ કહેતા વિરૂપાના નયનો સજળ બની ગયા.
માતંગે વિરૂપાનો હાથ હાથમાં લઈને પંપાળ્યો. વિરૂપા, તું માફી શાની માંગે છે? તારો કોઈ વાંક ગુનો છે જ નહિ પછી માફી? તને મેળવીને હું તો સ્વર્ગનું સુખ પામ્યો છું. પણ આ નિઃસંતાનપણાની વાત કરીને તને મુંઝવું છું. તેથી તું મને માફ કર.
ના માતંગ, મેં તારો મહાન અપરાધ કર્યો છે. વર્ષો થયા તારાથી એક વાત છૂપાવી છે. તું નિઃસંતાન નથી છતાં મેં તને તેવા દુઃખમાં મૂક્યો છે તે મારો ગુનો છે, મને માફ કર.
વિરૂ! તું આજે કંઈ ન સમજાય તેવી વાતો કરે છે.
ના માતંગ સાંભળ, મેતાર્ય આપણું પ્રથમ સંતાન છે. તું મારી અને શેઠાણીબાની ભેદભાવ રહિત મૈત્રી જાણે છે, એ શેઠાણીબાને સંતાન જીવતા ન હોવાથી શેઠ અઢળક સંપત્તિના વારસ માટે બીજી
સ્ત્રી લાવવાનો વિચાર કરતા હતા. તેથી શેઠાણીબા ખૂબ દુઃખી થતા અનોખી મૈત્રી
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org