________________
લીધે ધીમી હતી.
મેતાર્યના રથ સાથે મહારાજા સેચનક હાથી પર અંબાડીમાં બિરાજમાન હતા. મહામંત્રી પોતાના સુસજ્જ રથમાં બિરાજમાન હતા. પાછળ અંતઃપુરનું રાણી મંડળ પણ હતું. રથ સાથે માતાપિતાની પાલખીઓ હતી. સૌ મેતાર્યના મહાભાગ્યની પ્રશંસા કરતા હતા. મેતાર્યનું અને તેના માતા પિતાનું સુખ જાણે ઉભરાતું હતું.
શેઠાણી જાતે જ વિરૂપાને ખાસ આમંત્રણ આપી ગયા હતા. લગ્નમંડપની નજીક તેમને માટે સુંદર જગા પણ નક્કી કરી હતી. વિરૂપા કંઈ વિમાસણમાં હતી. વળી માતંગ કામમાં રોકાયેલો હતો, તે હજી આવ્યો ન હતો.
માતંગ લગ્નમંડપના કામમાંથી છૂટીને ઉતાવળે ઘર તરફ જતો હતો. ત્યારે વરઘોડો નગરીના અર્ધ માર્ગે પહોંચ્યો હતો. તે જોઈને તેને મનમાં ભાવો ઉઠયા કે મારે પુત્ર હોત તો હું તેને પરણાવવાનો લહાવો લઈ શકયો હોત !
તે ઘરમાં પ્રવેશ્યો. વિરૂપા માનસિક વિમાસણને લીધે નિસ્તેજ લાગતી હતી. માતંગ તેનું મુખ જોઈને બોલ્યો વિરૂપા તું હવે વૃદ્ધ થઈ ગઈ છે.
પણ તું હજી જુવાન થતો જાય છે તેનું શું? ના વિરૂપા તું ઘરડી થાય એટલે હું યે ઘરડો ?
પણ તને કહું મેતાર્યનો વરઘોડો જોઈ મને વિચાર આવ્યો કે જો આપણને પુત્ર હોત તો આપણે પણ લગ્નોત્સવ કરતને? અરે પુત્રી હોત તો મેતાર્ય જેવો વર શોધીને પણ લગ્નોત્સવ કરતને ?
વળી મને કોઈ વાર થાય છે કે શાસ્ત્રમાં આવે છે ને નિઃસંતાનની અવગતિ થાય.
માતંગ જ્ઞાતપુત્રનો બોધ માની લીધા પછી આવી વાતો કયાંથી શીખ્યો? તો પછી બધા બ્રહ્મચારીઓની અવગતિ થાય એમને ?
વિરૂપા ખરેખર કોઈ વાર મારા મનમાં નિઃસંતાનપણાનો સંતાપ થાય છે ત્યારે જ્ઞાતપુત્રનો બોધ ભૂલી જાઉં છું અને માતંગ ખૂબ જ શિથિલ થઈ નીચે બેસી ગયો.
૧૦૮ Jain Education International
અનોખી મૈત્રી www.jainelibrary.org
For Private & Personal Use Only