________________
માપ કરવાના ન હતા. શેઠ શેઠાણીને માટે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હતું.
વળી આ ઉત્સવમાં મહામંત્રીએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો હતો. મેતાર્યના પરાક્રમ પછી મગધ નરેશના તેના પર ચારે હાથ હતા. નગરજનોએ તેમના આદેશથી પૂરી નગરીને શણગારી હતી. ઘરેઘરે તોરણ બંધાયા હતા. રંગોળીથી આંગણા શોભતા હતા. જાણે દેવનગરી જોઈલો.
સાત દેશની રૂપ યૌવનાઓ સ્વજન સાથે જાન જોડીને આવી હતી. તેમના અંતઃપુરમાં આદરભર્યા સ્વાગત થયા હતા. પૂરી નગરીમાં મેતાર્યના લગ્નોત્સવનો ઉત્સાહ વર્તાતો હતો.
સોના રૂપાની ઘંટડીઓ અને અનેકવિધ ચિત્રોથી સુશોભિત મેતાર્ય માટે અશ્વરથી સજાવવામાં આવ્યો હતો. તે સજાવટ પણ કૌતુકભરી હતી. અશ્વરથ જયાંથી પસાર થવાનો હતો ત્યાં માર્ગ પર અબીલ ગુલાલ અત્તર છાંટવામાં આવ્યા હતા.'
શુભમૂહર્તે ચારે બાજુ વાજિંત્રોના ગુંજારવ સાથે અતિ શણગારથી રાજવંશી ઠાઠમાં મેતાર્ય કુમાર રથારૂઢ થયા ત્યારે ચારે બાજુથી મોતીનો વરસાદ વરસ્યો. સૌએ વધાવ્યા, ત્યારે મેતાર્યનું મન પણ નાચી ઉઠયું. રથ આગળ વધતો હતો. કંઠમાં હીરા મોતીની માળા લટકે છે. માથે જરીનો સાફો છે. અભૂત લાગે તેવું ઉત્તરિય વસ્ત્ર પહેર્યું છે. સૌને નમન કરતો સૌના શુભાશીષ ઝીલતો તે પ્રસન્ન છે.
બીજી બાજુ વિદેશથી આવેલી સાત સ્વરૂપવાન કન્યાઓની અતિ સુસજ્જ પાલખીઓ તૈયાર હતી. એકને જુઓ અને એક ભૂલો તેવી તે સૌંદર્યવાન કન્યાઓનો પણ ભાવિ પતિને નીરખવા, વરવા માટે હૈયામાં ઉમંગ ઉભરાતો હતો. સોળ શણગાર ઓછા લાગે તેવી રીતે ચલ્લણા તથા અન્ય રાણીઓ દ્વારા રૂપસુંદરીઓની જેમ તેમને સજાવવામાં આવી હતી.
ચારે બાજુ નગરજનોની ભીડ હતી. સૌ મેતાર્યને જૂએ અને તેના ગુણ, રૂપની પ્રશંસા કરે. વળી પેલી જરીથી ઢાંકેલી શિબિકાઓમાં છૂપાયેલું રૂપ જોવા સૌ ઉત્સુક હતા. વરઘોડાની યાત્રાની ગતિ ભીડને
અનોખી મૈત્રી
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org