________________
હતા. ત્યારે મૈત્રીભાવનાને કારણે મેં તેમને મારું સંતાન આપી તેમની રોગીષ્ટ દીકરી લીધી હતી. જે સંતાન જનમ્યું તેનું મુખ મેં કે મેં જોયું નથી. જન્મેલા બાળકને મેં નંદાદાસી દ્વારા શેઠાણીબાને સુપ્રત કર્યું હતું. એ જ મેતાર્ય આપણો પુત્ર છે. અને રોગીષ્ટ દીકરી શેઠાણીબાની હતી. આ વાત સાંભળી પ્રથમ તો માતંગ મુંઝાઈ ગયો. વળી મન મનાવીને બોલ્યો, ભલે તે એક સુકૃત્ય કર્યું. હવે તેનો શો સંતાપ !
માતંગ, મેં મારું મન હળવું કરવા અને અપરાધની ક્ષમા માગવા તને આ વાત કરી. તારે મને જે શિક્ષા કરવી હોય તે કર.
માતંગ આ વાત સાંભળી અસ્વસ્થ થઈ ગયો હતો. છતાં વિરૂપા પ્રત્યે તેનો પ્રેમ અણનમ હતો.
શિક્ષા ! મારી વિરૂને શિક્ષા ! અને તેની વધુ નજીક જઈને આલિંગન આપ્યું. વિરૂપાના મનને પણ શાંતિ મળી. આમ બંને હળવા બનીને યુવાનીની મસ્તી માણી રહ્યા હતા.
અરે માતંગ સાંભળ, વાજિંત્રોનો સ્વર સંભળાય છે. આપણને મેતાર્યના લગ્નના વરઘોડામાં ખાસ આમંત્રણ છે. આપણે માટે મેતાર્યને જોઈ શકાય તેવી ખાસ વ્યવસ્થા લગ્ન મંડપ પાસે શેઠાણીબાએ કરાવી છે. બંને જલ્દી તૈયાર થઈ બહાર નીકળ્યા.
વરઘોડો બજારોના મધ્યભાગથી આગળ રાજમહેલ તરફ જઈ રહ્યો હતો. લગ્નવિધિ રાજમહેલના પ્રાંગણમાં થવાની હતી. બંને માંડ માંડ પોતાની જગા પર જઈ શકયા.
મેતાર્યનો રથ તેમની જગા આગળથી પસાર થયો. મેતાર્ય જાણે ઈન્દ્રનું રૂપ ધરીને બેઠા હોય તેવો શોભતા હતા. પાછળ સાત સૌંદર્યવતી કન્યાઓની પાલખીઓમાં જાણે આકાશમાંથી સાક્ષાત પરીઓ ઉતરી આવી હોય તેવું લાગતું હતું.
રાજમહેલ નજીક આવતા મગધરાજ, મહામંત્રી સૌ છૂટા પડીને રાજમહેલના પ્રાંગણમાં વરરાજાના સ્વાગત માટે પહોંચી ગયા હતા.
મેતાર્યનો રથ રાજમહેલના પ્રાંગણમાં આવતા મેતાર્ય રથમાંથી નીચે ઉતર્યા અને પ્રથમ મગધરાજને નમ્યા. પછી મહામંત્રી, અંતઃપુરની રાણીઓને નમી સૌની આશિષ લીધી. માતા પિતાને નમ્યો ત્યારે
૧ ૧૦
અનોખી મૈત્રી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only