________________
પડીકા, સ્વાગતના સ્થાનો જાણે સાંકડા થઈ ગયા હોય તેવું લાગતું હતું.
મહારાજા પાણિગ્રહણ કરીને પધારવાના હતા. તેથી નગરીને સજ્જ કરવામાં આવી હતી. જે શોકના આદેશથી અધુરી હતી. છતાં પુણ્યવંતા મગધસમ્રાટ જ્યાંથી પસાર થયા તે માર્ગો શોભાયમાન કરવામાં હતા.
શેઠ શેઠાણી તો મહારાજાની આગળ પોતાના સેવકો સાથે રહીને મોતીનો વરસાદ વરસાવી મગધરાજને આવકારી રહ્યા હતા. ચારે બાજુ વાજિંત્રોના નાદ ગુંજી રહ્યા હતા.
એક બાજુ બત્રીસ અંગરક્ષકોનું દુઃખદ સમૂહ મૃત્યુ બીજી બાજી મેતાર્ય અને માતંગની ઘાયલ દશા. છતાં પ્રજામાં આવો ઉલ્લાસ. એની પાછળ મહારાજા અને મહાઅમાત્યની પ્રજા પ્રત્યેની વત્સલતા નહિ તો બીજું શું હોઈ શકે? - રાજા, રાણી મેતવાસ પાસે આવ્યા તેઓ સેચનક હાથી પરથી નીચે ઉતર્યા, અન્ય સૌએ તેમનું અનુકરણ કર્યું. મેતોએ પાથરેલી ચાદર પર મહારાજા, મહારાણી અને મહામંત્રીના પનોતા પગલાં પડયા ત્યારે સૌના હૈયા નાચી ઉઠયા. તેઓ સૌ વિરૂપાના સજ્જ ખોરડા આગળ આવ્યા ત્યારે શેઠ શેઠાણીએ હીરા મોતીથી વધાવ્યા અને ઓવારણા લીધા. મનમાં ધન્યતા અનુભવતી વિરૂપા એક બાજુ ઉભી હતી. અન્ય અગ્રગણ્ય નગરજનો મહારાજાને ફૂલોથી વધાવી રહ્યા હતા.
મહારાજાએ સૌના હાર્દિક સ્વાગતને અમી ભરી નજરે નિહાળી બંને હાથ જોડી અંજલિ વડે નમસ્કાર કર્યા. એ પ્રસંગ અવર્ણનિય હતો. મહારાજા મગધનરેશની જય હો, જય હો' સૌના પ્રતિસાદથી ગગન પણ ગાજી ઉઠયું. મહારાજા અને મહા અમાત્યે સુશોભિત ખોરડામાં પ્રવેશ કર્યો અને બહાર રહેલી પ્રજાના જયનાદથી પુનઃ ગગન ગાજી ઉઠયું.
મગધનરેશની જય હો, મહારાણી ચેલ્લણાની જય હો. મહાઅમાત્યની જય હો
અનોખી મૈત્રી
-
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org