________________
વીર મેતાર્યને ધન્યવાદ હો, વીર માતંગને ધન્યવાદ હો.
અરે વિરૂપાને કાં ભૂલો એ જો વચમાં પડી ન હોત તો મેતાર્ય જેવો વીર મોતને ભેટ્યો હોત. વિરૂપાને ધન્યવાદ હો.
મગધનરેશ અને મહામંત્રી મેતાર્ય પાસે આવ્યા. અશકત પણ પૂરા ભાનમાં આવેલા મેતાર્યો સૂતા સૂતા અંજલિ જોડી મહારાજા અને મહામંત્રીને પ્રણામ કર્યા. મહારાજાએ તેના બંને હાથને પૂરા હેતથી પોતાના હાથમાં પકડી લીધા. સ્વયં ગદ્ગદ્ થઈ ગયા, પિતૃવાત્સલ્ય પ્રગટ થતું લાગ્યું.
મહામંત્રીએ પ્રણામ કર્યા અને બોલ્યા મહામંત્રીના ભૂલ ભરેલા કારભારને મેતાર્ય તમે ખરા પરાક્રમથી બચાવી લીધો, લાજ રાખી. મેતાર્ય ધીમા અવાજે બોલ્યો અમે, તમે, મગધની કીર્તિ શું જુદા
છીએ ?
ત્યાં મહારાજા બોલ્યા હવે મહામંત્રીને ખરી ફરજ બજાવવાની
હા, મહારાજ હું પ્રતિજ્ઞા લઉં છું કે ભયંકર લૂંટારા રોહિણેયને તથા તેના સાથીઓને પકડીને રાજ દરબારમાં લાવી હાજર ન કરૂં તો મહામંત્રીપદનો ત્યાગ કરીશ.
આ મેતાર્યને બચાવનાર વીર નારી વિરૂપા કયાં છે ? વિરૂપા શેઠાણીની પાછળ ઉભી હતી. તેને શેઠાણીએ આગળ કરી. વિરૂપાએ મગધનરેશને દૂરથી પ્રણામ કરી ત્યાં જ ઉભા ધરતીની રજ મસ્તકે ચઢાવી.
મહારાજા : મંત્રરાજ માતંગની પત્ની પણ તેના જેવી પરાક્રમી હોય, વિરૂપા તને ધન્યવાદ છે.
| વિરૂપાનું મન, પૂરૂં શરીર આ શબ્દ શ્રવણથી નાચી ઉઠયું. જાણે રાતની પીડાનું બધું જ દુઃખ દૂર થયું. તેની કાયા રોમાંચિત થઈ ઉઠી.
પછી મગધરાજ માતંગના ખાટલા પાસે ગયા, તેના શરીરનું કોઈ અંગ ઘા વગર બાકી ન હતું. છતાં તેની પડછંદ કાયા તેનું સૌષ્ઠવ પ્રગટ કરતી હતી. હજી તે મૂછવશ હતો. મહારાજાએ તેના શરીર પર પ્રેમપૂર્ણ હાથ ફેરવ્યો. લલાટે હાથ મૂક્યો. તેમનું દિલ
અનોખી મૈત્રી
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org