________________
બા, બાળ તો તમારા કુળ પ્રમાણે ખૂબ જ સંસ્કારી બનશે. પ્રભુ તેને દીર્ધાયુ આપે. વિરૂપા બોલતી જ રહી. ત્યાં તો જોષી મહારાજ બોલ્યા નામકરણનો સમય થઈ ગયો છે.
શેઠાણી કહે, વિરૂપા, હવે નામ બોલ.
બા, અમે મેત તમે આર્ય બીજાં શું નામ બોલું? આ બાજુ વિરૂપાની વાત્સલ્યની છોળો ઉછળે છે. જાણે સ્તનમાંથી હમણાં દૂધ ઝરવા માંડશે અને વિરૂપા નામ માટે વિચારે એવી સ્થિતિ પણ કયાં હતી? તેના મુખમાંથી એકાએક નીકળી ગયું કે “મેતાર્ય'. અને તેને બાળકને શેઠાણીના ખોળામાં મૂકીને જુગ જુગ જીવો “લાલ' તેમ બોલી ત્યાંથી ઉભી થઈને બહાર નીકળી ગઈ.
મેતાર્ય” સગા સ્વજનો બબડયા આ તે કંઈ નામ છે? શેઠ પણ વિચારમાં પડ્યા, ત્યાં શેઠાણી બોલ્યા, ખોટના દીકરાના નામ આવા હોય. સૌ શાંત થઈ ગયા.
પોતાનું ખોરડું એજ હતું. વિરૂપા હવેલીએથી જાણે દોડતી ભાગતી ઘરે પહોંચી. માતંગ ઘરે ન હતો. વિરૂપાને આજે ખોરડું ખાવા ધાતુ હતું. એક પ્રકારનો બહાર અને અંદર શૂનકાર વ્યાપ્યો હતો. વિરૂપા બેચેન બની ગઈ હતી. બાળકના મુખના દર્શન કર્યા અને મનમાં રહેલી વાત્સલ્યધારા દુઃખ સાથે પ્રગટી. છેવટે કુમળી ડાળ જેવી આ નારી ? બીજું શું વિચારે ?
મનમાં ગણગણતી હતી. બરાબર ભાલ પ્રદેશ તો માતંગ જેવો અને નાકના ટેરવા પણ માતંગ જેવા ફૂલેલા હતા. અને આંખો તો મારા જેવી હતી. મારો લાલ કેવા હાથપગ ઉછાળતો હતો. અને તેના હાથ મારા સ્તનને સ્પર્યા ત્યારે મારા મનમાં કેવું તોફાન જાગ્યું હતું. તેના ધબકાર હજી સંભળાતા હતા. “મારો લાલ'! મા તે મા જ. વળી તેને યાદ આવ્યું.
એકવાર આ જ બાબતમાં તે અને માતંગ કેવા ઉગ્ર થઈ ગયા હતા. માતંગ કહે બાળક મારા જેવું થશે. વિરૂપા કહે તારા જેવું ફુલેલું નાક કંઈ શોભા આપે એવું નથી. એટલે નાસિકા તો મારા જેવી થશે. આમ વિચાર તરંગે હિલોળા ખાતું તેનું મન બેચેન બની
અનોખી મૈત્રી
३४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org