________________
અવસર બન્યો હતો. પણ મેતારજના નિર્વાણમાં તો દેવો આનંદિત થઈ પુષ્પવૃષ્ટિ કરી સંયમી દેહને વધાવ્યો ત્યારે નગરના નાગરિકોના હાર્દિક ધ્વનિથી ગગન ગાજી ઉઠયું.
ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો મેતારક મુનિ.
અંતે એ ઉજવળ આત્માના પવિત્ર દેહને બંને જનેતાની ખાંભીઓની નજીક મહાતપોપતીરની પવિત્ર ભૂમિમાં ચંદનના કાષ્ટની ચિતાને અર્પણ કર્યો. એ દેશ્યના દર્શન પણ પાવનકારી હતા.
આ પ્રસંગ પછી આઠે સ્ત્રીઓએ શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. કેટલાયે રાજકુમારોએ સંસાર ત્યાગ કર્યો. અંતઃપુરની રાણીઓએ વૈરાગ્ય પામી શ્રાવિકાચાર ગ્રહણ કર્યા. નાગરિકોમાંથી પણ કેટલાય ભવ્યાત્મા બોધ પામી સંયમ માર્ગે વળ્યા.
મેતારજ જીવી ગયા જીવતા શીખવાડી ગયા.
આમ આ કથાના દરેક મુખ્ય પાત્રોના જીવન ધન્યતા પ્રસરાવી ગયા. સાર્થક કરી ગયા. વિષમતાઓને ગળી જઈ અમૃત રેલાવતા ગયા. વિરૂપા અને દેવશ્રીનું સખ્યભાવ આત્મસમર્પણની કેડી કંડારતો ગયો. તેમાં મેતારજ સૌથી આગળ નીકળી ગયા અને જીવનને પૂર્ણ રીતે સાર્થક કરતા ગયા.
ધન્ય મુનિવરા, ધન્ય તે નગરી, ધન્ય તે વેળા, ધન્ય માતપિતા કુળ વંશ.
અનોખી મૈત્રી
૧૪ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org