________________
મહિમાવંત કીર્તિ અને પ્રજાની તમારા તરફની ચાહના સર્વને ત્યાગી જશો, અદભૂત !
રોહિણેયને પકડવાની પ્રતિજ્ઞા અટપટી રીતે પૂરી થઈ. હવે મારે આ રાજયની અન્ય ફરજનું કોઈ પ્રયોજન નથી. પણ તમારા તો લગ્ન લેવાયા છે. સાત સાત કન્યાના મોહપાશમાં તમે પણ જ્ઞાતપુત્રના બોધને વિસરી ન જશો.
મેતાર્ય : મિત્ર સમા મહામંત્રી તમારી વાત સાચી છે. આજની ધર્મ સભામાં જે દશ્ય જોયું, વીરની વાણીનું શ્રવણ કર્યું, ત્યારે મનમાં વૈરાગ્ય પેદા થયો. પરંતુ હજી મને સંસારના સુખનો મોહ છૂટતો
નથી.
છતાં કુમાર જ્ઞાતપુત્રના બોધના-વાણીના રણકારને ભૂલશો નહિં. સંસારના સુખોથી કોણ તૃપ્ત થયું છે ? તૃષ્ણા તો આકાશ જેવી છે. જુઓ હું પ્રૌઢ છતાં હજી સંસારમાં રહ્યો છું. પણ હવે વધુ રહી શકું તેમ નથી.
મેતાર્ય : હા, પણ મારા લગ્ન તમારા વગર શકય નથી. તે સમયે મહારાજા સેચનક હાથીની સવારી સહિત તેમની લગોલગ આવી ગયા. તેઓએ દૂરથી થોડીક વાતો સાંભળી હતી. - તમારી વાત સાચી છે. તમારા લગ્નમાં મંત્રીરાજ વગર ચાલે
હા, મહારાજ, આપ કહો છો તેમ મારા લગ્ન તેમના વગર શકય નથી. મહામંત્રી મારા તો નજીકના વડીલ અને મિત્ર છે.
પણ મહારાજ ! મહામંત્રી આપની આજ્ઞાને આધીન છે. અરે, તેમાં આજ્ઞાની જરૂર નહિ. મેતાર્ય તારા લગ્ન એતો મગધના રાજયની શોભા છે. પૂરા રાજયમાં આ ઉત્સવ મનાવાશે. તૈયારી ઝડપથી થવી જોઈએ. આમ કહી મહારાજાની સેચનક હાથીની સવારી આગળ વધી.
વળી બન્ને મિત્રો પ્રભુના બોધની વાતને સ્મૃતિપટ પર લાવી ધર્મવાર્તા કરવા લાગ્યા.
રોહિણેયને સંઘમાં સ્વીકારી પ્રભએ તો પૂરા રાજયમાં નાતજાતના
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org