________________
ભેટ મિટાવી દીધા. છતાં હજી આપણે આ ધનદોલત અને શ્રીમંતાઈમાં રાચીએ છીએ. અને આપણે આપણને ઉંચા માનીએ છીએ. આ પેલા વિરૂપા અને માતંગ પ્રભુના બોધને કેવા પચાવી રહ્યા છે. તેમનું જીવન કેવું પ્રસન્ન અને સ્વસ્થ છે.
મહામંત્રી ! આ વિરૂપા તરફ મને ભારે લાગણી છે. તે મારી માતાની સખી છે. તેઓ લોકનિંદાથી પર છે. તેમાં વળી મારી બિમારીમાં વિરૂપાએ જે મારી સેવા કરી છે. તે તો મારા જીવનનો ચિરસ્મરણીય પ્રસંગ છે. મારી માતા પણ આવી સેવા કરવામાં પાછી પડી જાય તેવી તેણે સેવા કરી છે. ત્યારથી એ તો મને માતા જેવી જ લાગે છે. અમારા કુટુંબ વચ્ચે ઊંચનીચના ભેદ તો ભૂંસાઈ જ ગયા છે. છતાં એમાં મર્યાદા રહે છે. એક દિવસ એવો આવશે કે આ ભેદ મૂળમાંથી ભૂંસાઈ જશે. મારું તો એ એક સ્વપ્ન છે. તેમાં જ્ઞાતપુત્રના બોધનું સામર્થ્ય ભળશે.
મેતાર્ય ! રોહિણેયને જીવતો પકડવા છતાં તેણે પૂરો પ્રસંગ જ પલટાવી નાંખ્યો. રૂપ પલટો કરી મારી જીતને હારમાં ફેરવી નાંખી તે તો ઠીક પણ હું તો હજી વિચાર કરું છું કે પિતાની આજ્ઞા મળે સંસાર ત્યાગ કરૂં પણ તેણે તો દાદાની પ્રતિજ્ઞાનો ભ્રમ છૂટી ગયો અને પૂરી શૂરવીરતાથી પ્રવજયા લઈ મને ઘણી મોટી ચેતવણી આપી. એ તો બધી રીતે જીતી ગયો. આથી મારા મન પર આવા પ્રસંગોની ઉદાસીનતા વ્યાપી ગઈ છે કે સંસારના આવા મહાહોદ્દાની સફળતા નિષ્ફળતાના અજંપા વચ્ચે કયાં સુધી જીવવું?
આ સાંભળી મેતાર્ય ખૂબ ગંભીર થઈ ગયા ત્યાં બન્નેના માર્ગ જુદા પડતા તેઓ સ્વસ્થાને રવાના થયા.
માનવમન ખરેખર અટપટું છે. પળમાં સાધુ થવાના ભાવ કરે પળમાં સંસારની મીઠાશને માણે. અભયમંત્રી તો સંસારત્યાગ માટે તૈયાર જ હતા. પિતાની આજ્ઞાની મર્યાદામાં હતા. મેતાર્યને બોધ તો રૂચિકર લાગ્યો. પરંતુ હજી સાત સાત રૂપવતીઓની સાથે સુખનું શમણું શમ્યું ન હતું.
ધનદત્ત શેઠ અને શેઠાણીની હવે અવસ્થા પણ થઈ હતી. વળી
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org