________________
દેશદેશથી કન્યાઓના માંગા આવ્યા હતા. એટલે તેમાંથી સાત દેશની કુળવાન, રૂપવાન, ધનાઢય શ્રેષ્ઠિઓની કન્યાઓની પસંદગી કરી તે તે દેશમાં ઉત્તમ સેવકો દ્વારા સંદેશા મોકલી સંમતિ લેવાઈ ગઈ હતી. આ રીતે મેતાર્ય કુમારના લગ્નની તૈયારી થઈ રહી હતી. લગ્ન નિમિત્તે એકવાર મેતાર્ય સેવકોને લઈને મેતવાસમાં મિઠાઈ વહેંચવા આવી પહોચ્યા. કાર્ય પૂર કરી સેવકોને વિદાય કરી તેઓ વિરૂપાને આંગણે ઘોડા પરથી ઉતરી ઉભા રહ્યા.
વિરૂપા અને મેતાર્યનું આશ્ચર્યજનક મિલન
વિરૂપાએ બહાર આવી આંગણામાં દીવો પેટાવી મેતાર્યને એક પાટલી પર બેસાડ્યો. પોતે તેની સામે બેઠી. માતંગ હજી ઘરે આવ્યો ન હતો. વિરૂપાનું યુવાનનું જોમ ઓસર્યું હતું. ચિત્તમાં માતાના હેત તો એટલા જ ભર્યા હતા, કે તે પ્રગટવાની રાહ જોતા હતી !
બેટા, તને એક વાત કહેવાની છે. બેટા ! લાલ કહેવાને બદલે બેટા ! હા, બેટા માનું દિલ છે ને? કોણ મા ? હા, ભાઈ તારી “મા”.
મેતાર્યના ચિત્તમાં બિમારીની તે પ્રસંગની આછી સ્મૃતિ અને તે પછીના વિરૂપાના વર્તનથી તેને કયારેક શંકા જતી કે વિરૂપા મને જુએ છે અને વિચ્છળ કેમ થાય છે? અને આટલું હેત કેમ ઉભરાય છે. પણ માતાની સખી છે તેમ માની મન વાળતો.
તેણે કહ્યું, વિરૂપા, તમારા મન પર કંઈ મથામણ ચાલે છે.
હા, ભાઈ, મનને ઘણું સમજાવું છું. જ્ઞાતપુત્રના બોધને યાદ કરું છું. પણ મનમાં ઉઠેલી આ ઝંખના છૂટતી નથી.
કઈ ઝંખના ? સંતાનના સાન્નિધ્યની.
સંતાનની? તમારે સંતાન છે? તમારું સંતાન તો મરણ પામ્યું તેમ મા કહેતા હતા. મનને વાળી લેવું જોઈએ. કારણકે હવે તેનો ઉપાય નથી.
મરણ પામ્યું છે? કોનું મારું સંતાન? અરે ! મારું સંતાન તો અનોખી મૈત્રી
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org