________________
અરે ! તારનારા તો આ જ્ઞાતપુત્ર છે. તેમને ચરણે નમો. તેમના ચાર વચન માત્રથી હું તો મુક્તિના દ્વાર સુધી પહોંચી જઈશ. તમને સૌને પણ એનું શરણું મળો.
આમ રોહિણેયના કેટલાક મિત્રોએ પણ સાધુપણું સ્વીકારવાની ભાવના કરી.
મગધરાજ : પ્રભુ એક વિનંતીનો સ્વીકાર કરો, અમને ત્રણ દિવસ આપો. અમે આ નરવીર અને તેના સાથીઓના સંસાર ત્યાગના પ્રસંગને ઉજવવા માંગીએ છીએ.
દાદાએ જે કાર્ય માટે ઊંધો માર્ગ પકડયો હતો અને રોહિણેયને પ્રતિજ્ઞાબદ્ધ કર્યો હતો. તે પણ ઊંધે માર્ગે દોરવાયો હતો. છતાં રોહિણેયના ભાગ્ય સાચો માર્ગ મળી ગયો. ઊંચ નીચના ભેદ વગર એ સૌના સંસાર ત્યાગનો ઉત્સવ રાજા પ્રજાએ એક મેક થઈ ઉજવ્યો. ત્યારે રાજગૃહીની ધરતી ધન્ય બની ગઈ. જ્ઞાતપુત્રની સુધાવાણીનો આ પ્રભાવ હતો. મંત્ર વિદ્યા વડે કાયાપલટ કરી રોહિણેયે મહામંત્રીને છેતર્યા હતા તે રોહિણેયે હવે જીવન પરિવર્તન વેશ, પરિવર્તન કરીને સૌને સાનંદાશ્ચર્યમાં મૂકી દીધા.
આવું હતું પ્રભુ મહાવીરની ઉપસ્થિતિનું માહાભ્ય. ખૂનીઓ મુનિ બનીને મુક્તિ પામતા. અરે હિંસક પશુઓ પણ મિત્ર બની જતા. વાત્સલ્ય અને કરૂણાથી ભરેલું વાતાવરણ કેટલાયના વેરઝેરને પચાવીને અમૃતને રેલાવતું. અમૃતનું રસપાન કરી જીવો અમર બની જતાં.
રોહિણેય અને અન્ય ભવ્યાત્માઓનો દીક્ષા મહોત્સવ ઉજવાઈ ગયો. સવિશેષ રાણી ચેલણાના આગમન પછી મહારાજામાં ધર્મનો નવો પ્રાણ પૂરાયો હતો. નગરવાસીઓમાં પણ તેની સુવાસ પ્રસરી હતી. પ્રભુની દેશનાનું અમૃતપાન કરવા માહોલ ઉમટયો હતો.
દેવ રચિત સમવસરણમાં પ્રભુ સિંહાસન પર બિરાજમાન થયા. પછી રાજા, પ્રજા, ઉંચ, નીચ સૌ ભેદભાવ વગર યથાસ્થાને ગોઠવાઈ ગયા. આઠપ્રાતિહાર્યયુક્ત સમવસરણ દીપી ઉઠયું હતું.
પ્રભુની દેશનાનું માહાભ્ય પ્રભુની દેશના શરૂ થઈ. સંસારમાં મોહનું સામ્રાજય પ્રબળ છે તેથી જીવ સ્વધર્મને ગૌણ કરે છે. પરંતુ આત્મગુણોમાં જે સુખ છે તે આ નશ્વર સુખમાં નથી. હે મહાનુભાવો ! ચાર દિવસની ચાંદની અનોખી મૈત્રી
૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org