________________
વન્ય પશુઓનો પાદસંચાર, ઊંડી ખીણો પણ આ તો મહા નિર્ભય અને આ સ્થળોનો પૂરો જાણકાર, દેહે પણ જોરાવર, લાંબી છલાંગો ભરતો દોડતો ગંગાને કિનારે આવીને ઉભો. રાજયની અને ગિરિકંદરાઓ તથા વનરાજીના ગાઢ જંગલો વચ્ચે ગંગા નદી સદાયે વહેતી રહેતી.
આ નદીમાં ફરતી હોડીઓમાં રોહિણેયની એક આગવી હોડી હતી. તેના અમુક પ્રકારના અવાજથી એક હોડી આવી. તે નાવિકે તેને એક પોટલું આપ્યું. તેમાં રાજવંશીને શોભે તેવો પહેરવેશ હતો. તે તેણે સજાવી દીધો. શરીર સૌષ્ઠવથી ભરપુર, હજી યુવાનીમાં માંડ પ્રવેશતો રાજવંશી પહેરવેશમાં તે ખૂબ દીપી ઉઠયો. પોતાની નાવ તેણે છોડી દીધી અને કિનારેથી બીજી નાવમાં તે બેઠો.
તે કાળે રાજયના કે કોઈ પણ જાતના વિશેષ સમાચારો મેળવવા રાજ ગણિકાઓનું સ્થાન અગ્રેસર મનાતું. રોહિણેયને રાજયના સમાચાર મેળવવા હતા. તેણે નાવિકને પૂછયું, હમણાં ઉત્તમ ગણિકા કોણ છે?
અરે મારા શેઠ ! તમે પરદેશથી આવતા લાગો છો. દેવદત્તા એ તો હજાર ગણિકાના રૂપને ભેગું કરો એવું તેમનું રૂપ છે. કેટલાયે આંટા કર્યા પછી રાજા મહારાજાઓ તેના પગના દર્શન કરી શકે છે. કેટલુંએ ઝવેરાત મૂકયા પછી તેના નાચ ગાન જોઈ શકે છે. તેના દર્શન કરવા મળે છે. તે તો રાજગણિકા હોવાથી તેનો સંસર્ગ તો દુર્લભ જ છે. તેના ભવ્ય આવાસ આ ગંગાતીરે જ છે. તમને હું ત્યાંજ ઉતારીશ. નવા આગંતુકે નાવિકને સોનામોહરોની એક થેલી આપી. નાવિક તો ખુશ થઈ ગયો. પૂરો જાણકાર હતો એટલે બરાબર ગણિકાના આવાસ પાસે તેને મૂકીને બીજી પણ કેટલી માહિતી આપતો ગયો.
રોહિણેય આવાસમાં પ્રવેશ્યો ત્યાં એક સુંદર દાસી ઉભી હતી. સામાન્ય માણસો તો ત્યાં જ છળી જતા. પણ આ તો અગત્યના કામ માટે આવ્યો હતો, એટલે મનનો તો જાણે મુનિ જોઈ લો. દાસીને સોનામહોરની એક થેલી આપી. દાસી પણ સમજી ગઈ કે કોઈ મોટો રાજવંશી છે. એટલે કશી રૂકાવટ વગર જયાં દેવદત્તાનું આજનું અદ્ભુત નૃત્ય ચાલતું હતું ત્યાં લઈ ગઈ. રોહિણેયને આ નૃત્યમાં કે દેવદત્તામાં
અનોખી મૈત્રી
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org