________________
વિરૂપાને જેવો મારી માતા પ્રત્યે પ્રેમ છે એવો જ મારા પ્રત્યે છે, તે મને બાળપણથી જ “મારો લાલ' કહે છે. રોજે હવેલીએ આવે મને જૂએ કપાળે, હાથ લગાડી ઓવારણા લે છે અને બોલે જુગ જુગ જીવો “મારા લાલ' મને પણ વિરૂપા માટે વડીલ જેવું માને છે.
મહામંત્રી : તે મંત્રરાજ માતંગની પત્ની છે? માતંગ તો એક ઉત્તમ નરવીર છે. આવા જીવો જોઉં ત્યારે મને તો આ જાતિભેદની વાતો શૂદ્ર જાતિ કરતાય શુદ્ર લાગે છે. જ્ઞાતપુત્રના દરબારમાં આવા ભેદ નથી. આ માતંગ પોતે જ શ્રમણોનો બોધ સાંભળે છે. આમ વાતો કરતા છેવટે સૌ સ્વસ્થાન તરફ વળ્યા.
રોહિણેય અને રાજગણિકા દેવદત્તા મહારાજાની ન્યાયપૂર્ણ નીતિ અને મહામંત્રીની અજોડ બુદ્ધિ પ્રતિભાથી રાજ્યમાં શાંતિ પ્રવર્તતી હતી. છેલ્લા ક્રીડા મહોત્સવથી પ્રજામાં ઉત્સાહભર્યો પ્રસંગ પૂર્ણ થયો હતો. આ બાજુ ગોપદાદાના મરણ પછી પલ્લીમાં સૌ શાંતિથી રહેતા હતા, હા પણ એમની પલ્લીની ચારે બાજુ ખીણો અને ગાઢ જંગલોથી તેઓ સુરક્ષિત હતા. તેમની આજુબાજુ કોઈ સાર્થવાહ સલામત પસાર થઈ શકતા નહિ. દાદાનું શિક્ષણ હતું કે સવર્ણોને લૂંટવા પાપ નથી. આપણે આપણું રાજય નિર્માણ કરવાનું છે ત્યાં દયામાયા કેવી ? વળી રાજયના ભડવીરો પણ આ પલ્લી પસાર કરતા મૂંઝાતા હતા. મહારાજા અને મહામંત્રી પણ સચિંત હતા.
- રોહિણેયે દાદાને વચન આપેલું તેથી તેને જંપ ન હતો. તે રાજયનો ખજાનો લૂંટીને બે દિવસ રાજસિંહાસન પર બેસી પરાક્રમ બતાવવા તલસી રહ્યો હતો. પરંતુ રાજયનો ખજાનો કંઈ નોંધારો ઓછો હોય? તે લૂંટવા તો કેવું મોટું આયોજન કરવું પડે, સાથીદારોને સજ્જ કરવા પડે. ઘણી બધી બાતમી મેળવવી પડે. આમ તો તેણે ચારે બાજુ પોતાના સાથીદારોને છૂપાવેશે ગોઠવ્યા હતા જે પાકા સમાચાર મેળવીને તેને પહોંચાડે. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા. - રોહિણેયે મનમાં કંઈક અનોખો નિર્ધાર કર્યો અને એક રાત્રે પોતાના નિવાસેથી બહાર નીકળ્યો. પગદંડી વગરની ગાઢ વનરાજી,
અનોખી મૈત્રી
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org