________________
મેતારજ ઃ જન્મદાત્રીના આત્મસમર્પણના ભાવને સમજી પોતે જાતેજ જાહેર કર્યું કે પોતે વિરૂપા-માતંગનું સંતાન છું તેનું મને ગૌરવ છે. મેતાર્ય નહિ હું મેતારજ મેતકુળનો છું. પુણ્યયોગે દૈવી સુખને માયા. તેને અંતે તુચ્છ જાણી પળવારમાં ત્યજી દીધા. સોનીએ કરેલા ઘોર ઉપસર્ગને સમતા અને અહિંસા ભાવે સહી આત્મભાવના વડે મુક્તિ વર્યા.
માતંગ મંત્રરાજ, મેત છતાં જાણે જુદી જ માટીનો પ્રરાક્રમી છતાં વરણાગિયો વર. વિરૂપા સાથે અતિ સ્નેહભર્યું જીવન જીવ્યો કયારેય તેને શુદ્રપણું નડયું નથી. નિઃસંતાનપણાની વ્યથાથી સંયમ ગુમાવી મેતાર્યના અતિભવ્ય લગ્નોત્સર્ગમાં રંગમાં ભંગ પાડયો. આખરે શ્રમણોના બોધ-સમાગમથી શાંતિ પામ્યો.
ધનદત્ત શેઠ : મેતાર્યના પાલક પિતા દેવશ્રીના સંતાનો મૃત્યુ પામતા. વારસદારને ઝંખતા હતા. ગુપ્ત રહસ્યરૂપ.મેતાર્યની પુત્ર પ્રાપ્તિ થતાં. સુખની અવધિને માણતા હતા. છતાં લખ્યા લેખ પ્રમાણે છેવટે નિઃસંતાન જાહેર થયા. આખરે વિરપ્રભુના બોધથી, શ્રાવકાચાર ગ્રહણ કરી જીવન સાર્થક કર્યું.
રોહિણેય ઃ શુદ્ર ગોપદાદાનો પૌત્ર જન્મથી જ દાદા પાસેથી શુદ્ર જાતિના ઉત્થાન માટે ચોરી લૂંટફાટનો અવળો માર્ગ પકડ્યો, ભયંકર લૂંટારા તરીકે જાહેર થયો. પૂર્વ પુણ્યયોગે જ્ઞાતપુત્રની દિવ્યધ્વનિનો સ્પર્શ થતાં બોધ પામી ખૂની મટી મુનિ બન્યો. જીવન સાર્થક કર્યું.
ચલ્લણાસતી : મગધરાજ્યના મહારાણી તરીકે તેમના પનોતા પગલાથી વીર પ્રભુનો ધર્મ પ્રસાર પામ્યો. મગધરાજ જૈનધર્મના મર્મને પામ્યા. છેક સુધી મગધરાજની પડખે રહી તેમની ધર્મભાવના દઢ કરી અંતે ઉત્તમ શ્રાવિકા ધર્મ પાળી જીવન સાર્થક કર્યું.
મગધરાજ : રાજા શ્રેણિક અંત સુધી રાજ્યસત્તા અને સ્ત્રી સંગના અભિલાષી રહ્યા. ચારિત્રમોહનો ભયંકર ઉદય છતાં તેમની વિરપ્રભુની અજોડ ભક્તિના પરિણામે ભાવિ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી વિરપ્રભુની ધર્મધ્વજાને દિપાવી જીવન સાર્થક કર્યું.
-સુનંદાબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org