________________
પ્રસંગોચિત મુનિ મેતારજનો પ્રસંગ તો કથાના અંતમાં આવશે. તે પહેલા આ અનોખી મૈત્રીનું મૂળ પાત્ર વિરૂપા નામની વિરલ વ્યક્તિત્વ ધરાવતી એક નારી છે. તેનું નામ સતી કે મહાસતીની હરોળમાં નથી છતાં તે એક મહિમાવંત નારી જરૂર હતી. તેથી મુનિ મેતારજની કથાની વિશેષતા છતાં આ કથામાં વિરૂપાની અનોખી મૈત્રીની પણ વિશેષતા રહી છે.
વિરૂપા કોણ હતી ! મેતાર્યની જન્મદાત્રી, દેવશ્રી શેઠાણીની ખાસ સખી, માતંગ મંત્રરાજની ગુણિયલ પત્ની. યદ્યપિ વિરૂપાનું કુળ-જાતિ મેત (ચાંડાલ) હતા, છતાં તેનું હૈયું, તેના સંસ્કાર ઉત્તમ કુળ-જાતિ દર્શાવતા હતા. શ્રેષ્ઠિઓની હવેલીઓની સફાઈ કરતા તે એક હવેલીના અતિ શ્રીમંત શેઠાણીના પરિચયમાં આવી. તે પરિચય ગાઢ સખ્યભાવમાં પરિણમ્યો કે જેમાં શુદ્ર સવર્ણના ભેદ ન હતા. દેવશ્રી સ્વયં આવા ભેદ કે નિંદાથી પર હતા. વિરૂપાના વ્યકિતત્વથી તેઓ પ્રભાવિત હતા.
મુનિ મેતારજના પ્રસંગ સાથે વિરૂપાનું આત્મસમર્પણ ઈતિહાસના પાને અમર બન્યું. એ આત્મ સમર્પણની ઘટનાને લક્ષ્યમાં રાખી આ કથામાં વિરૂપાની ગરિમાની વિશેષતા લાગે તેવી છે. જો વિરૂપાને બાદ કરીએ તો આ કથા ફકત પાંચ સાત પાનામાં સમાઈ જાય તે વાચકો જોશે.
પાત્ર પરિચય આ કથાના પાત્રોમાં દરેકની વિશિષ્ટતા રહી છે. વીતરાગમાર્ગ અન્વયે જોઈએ તો તે પાત્રો મુક્તિને વર્યા છે અને વરશે.
વિરૂપા-દેવશ્રી અનોખી મૈત્રીના આ બે મુખ્ય પાત્રો. વિરૂપા મેત છતાં ઉચ્ચ સંસ્કારયુક્ત. દેવશ્રી, શુદ્ર-સવર્ણના ભેદરહિત વિરૂપા સાથે સખ્યભાવ. તેને અંતઘડી સુધી દિપાવી ચિરવિદાય સાથેજ લીધી. વિરૂપાએ એ સખ્યભાવના ઋણના બદલામાં શેઠાણીબાના શોક્યના દુઃખને દૂર કરવા પોતાનો પુત્ર અર્પણ કર્યો.
મહાઅમાત્ય બુદ્ધિનિદાન અભયકુમાર અને મેતારજનો પરમસખ્યભાવ ગૃહસ્થદશામાં દરેક પ્રસંગે હારોહાર રહી મૈત્રી માણી અને આખરે મુનિપણે મૈત્રી નિભાવી વીરપ્રભુના માર્ગે સાથેજ મહાપ્રયાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org