________________
જેવી વર્તણુંક જોઈ કંઈ પૂછવાનું સાહસ તે કરતી નહિ, કારણકે તેના સહવાસમાં તેને આનંદ હતો.
વળી યુવાનની નિખાલસતા, ઉન્માદરહિત નિરાળુ વ્યક્તિત્ત્વ તેમની શંકાઓને દૂર હડસેલી દેતું. આમ ઘણી રાત્રિઓ પસાર થઈ ગઈ. એક દિવસ સાર્થવાહે દેવદત્તાને કહ્યું કે મારું કામ પૂર્ણ થયું છે. હું હવે જવાની તૈયારી કરી રહ્યો છું. તમારા સહવાસના આનંદમાં મેં આ દેશની કંઈજ વિગત જાણી નથી. તો તમે મને કંઈ જણાવશો ?
જરૂર, સાર્થવાહ આ સામ્રાજયની દરેક વાતોથી મારે પરિચય રાખવો પડે. અરે અંતઃપુરની વાતો પણ મારાથી છૂપી ન હોય. તમને એ વાતો કહેવાનો શું વાંધો હોય. તમને પણ તેમાં ઘણું જાણવા મળશે. તેમાંની કેટલીક વાતો ગુપ્ત રાખજો.
અમારા આ સામ્રાજયના મહારાજા (બિંબિસાર) શ્રેણિક મહા પરાક્રમી છે.
સાર્થવાહ અજાણ્યો થઈને પૂછે છે. શ્રેણિક કોણ છે ? અરે તમે તેમને જોયા નહિ હોય ! જેવા પરાક્રમી તેવા રૂપવાન તેમને ચાર રાણીઓ, તેમાં સુનંદાનું સ્થાન મોખરે અને તેનો પુત્ર અભયકુમાર બુદ્ધિમાન, શૌર્યવાન, નીતિમાન. જે હાલ મગધના સત્તાધીશ મહામંત્રી છે. પૂરા સામ્રાજયની વ્યવસ્થા નિપૂણતાથી સંભાળે છે.
મહારાજાના પરાક્રમથી અને મહામંત્રીના સાથથી મગધ સામ્રાજય વિસ્તાર પામ્યું છે. મગધની પ્રજાના મહાભાગ્ય છે, કે તેમને આવા મહારાજ અને મહામંત્રી મળ્યા છે. રાજકાજ ઉપરાંત અભયમંત્રી ધર્મક્ષેત્રે પણ નિપૂણ અને ઉદાર છે. એટલે વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે સંસ્કૃતિ આ સામ્રાજયમાં ત્રિવેણી સંગમની જેમ વહી રહી છે. છતાં એ બધામાં શ્રેષ્ઠતા જ્ઞાતપુત્રના સમાનતાના બોધની છે. તેમણે સૌને સરખા સ્થાન આપી પ્રેમથી સૌને સ્વીકાર્યા છે.
જ્ઞાતપુત્રનું નામ સાંભળી રોહિણેય સજાગ થઈ ગયો. દેવદત્તા ધર્મની વાતોનો ન્યાય તોળવો આપણા માટે દુષ્કર છે, કોણ શ્રેષ્ઠ કોણ કનિષ્ઠ ? એટલે એ વાત જવા દે. કોઈ રસપ્રદ વાત હોય તે
જણાવ.
૫૨
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી www.jainelibrary.org