________________
પેલા બાળકને કોઈ મુનિએ નવકાર મંત્ર પમાડેલો તેના જાપથી બધા કારીગરો થંભી ગયા. અને અભયમંત્રીએ આવીને બાળકને મુક્ત કર્યો. પછી કારીગરો મુક્ત થયા.
ભગવાનના આ નવકાર મંત્રનો કેવો મહિમા છે ! બીજા મંત્રો એની આગળ વ્યર્થ.
તું યે ભારે પંડિતા લાગે છે. રસોઈ કરીશ કે વાતો જ કરીશ! વિરૂપાને હવે નિરાંત થઈ કે વાત બીજી છે.
માતંગ કહે બ્રાહ્મણી સવર્ણ છતાં પુત્રની દયામાયા ન મળે. બલિને સ્વર્ગ મળે તે કેવી ખોટી માન્યતા છે? પેલો બાળક ત્યાંથી 'મુક્ત થયા પછી ઘરે ન ગયો તેણે મુનિ પાસે જઈ મુનિવેશ ધારણ
કયો.
વિરૂપાએ ઝટપટ રોટલા ઘડી લીધા. આજે બંને સાથે એક ઠામમાં જન્મ્યા અને પાછા પ્રસન્ન થઈ ગયા. સમયનું વહેણ વહ્યું જાય છે. વિરૂપા અને શેઠાણીના ગર્ભપાલનના દિવસો પૂર્ણ થવાની તૈયારીમાં છે. માતંગ વિરૂપાની સંભાળ રાખે છે. શેઠ આશામાં દિવસો વ્યતીત કરે છે. શેઠાણીએ પોતાની અંગત જૂની નંદા દાસીને પેલી ગૂઢ વાત કહી રાખી છે. દાસીએ પણ શેઠાણીને ધરપત આપી નિશ્ચિત રહેવા કહ્યું છે તે પણ શેઠાણીના સુખમાં રાજી હતી.
ગોપદાદાની પલ્લીમાં જતાં શું બન્યું મેતસમાજથી છૂટા પડેલા ગોપદાદાએ નદીને પેલે પાર પોતાની એક પલ્લી બનાવી હતી. સાથીદારોને શિક્ષણ આપતો કે આપણો પણ હક્ક છે કે સવર્ણોની જેમ ઉચ્ચ સ્થાન પામીએ. તેની વિચારણા કરવા સૌને નિમંત્રણ હતું. તેમાં માતંગને પણ આમંત્રણ હતું. રાજમહેલથી આવતા મોડું થયું હતું. તેથી જલ્દી ભોજન કરીને જવા તૈયાર થયો. જો કે આજે વિરૂપાના શરીરે અસુખ હતું. પણ વિરૂપાએ કળાવા દીધું નહિ, જેથી માતંગ નિરાંતે જઈ શકે.
વીરૂ, કદાચ રાતને બદલે સવારે આવવાનું થશે. બાજુમાંથી કોઈને બોલાવી લેજે. અને માતંગ હથિયાર વિગેરે લઈ જવા તૈયાર થયો.
અનોખી મૈત્રી
૨૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org