________________
કે કોઈએ મેતનું અપમાન કરવું નહિ, તેમજ તેમના પર કંઈ જોરજુલમ કરવો નહિ. તેમ કરનાર દંડને પાત્ર થશે.
આ જાહેરનામું સાંભળી ઘણા ચમકયા, બબડયા. આ જ્ઞાતપુત્રે સમાનતાની વાતો કરી તેમાં મહારાજા પણ ભોળવાઈ ગયા છે. પરંપરાથી ઋષિમુનીઓએ જે ધર્મ અને સમાજ વ્યવસ્થા કરી છે તેમાં આવી સુધારણાઓથી શુદ્રો બહેકી જશે. છેવટે હલકી જાત તે કેટલું જીરવી શકે. પણ સત્તા આગળ આપણું શાણપણ શા કામનું?
વિરૂપાને આંગણે આ બધું ખૂબ ત્વરાથી બની ગયું. માતંગ બેશુદ્ધ હતો. વિરૂપાને લાગ્યું કે તેના પર પ્રભુકૃપા વરસી ગઈ. તેવા ભાવમાં વિભોર બનેલી, સૌના વિદાય થયા પછી એજ ખોરડાની ધરતી પર આવી ગઈ, જો કે હજી ખોરડો શણગારથી સજ્જ હતો. મેતાર્ય ભાનમાં હતો. તેના મનમાં પણ મહારાજા મહામંત્રીના મિલનથી આનંદ હતો. માતંગ હજી દર્દથી કણસતો બેશુદ્ધ હતો.
આ સર્વ આશ્ચર્યજનિત ઘટના પળવારમાં સમાપ્ત થઈ હોય તેવું લાગતું. મગધરાજે ધનદત્ત શ્રેષ્ઠિ અને મહામંત્રીને માતંગ, મેતાર્યની પૂરી કાળજી રાખવા જણાવી, મઘમઘતી સુવાસ મૂકી ખોરડાની બહાર નીકળ્યા અને સજ્જ સેચનક હસ્તી પર આરૂઢ થયા ત્યારે પુનઃ જયનાદથી ગગન ગાજી ઉઠયું. “મગધનરેશની જય હો.'
બત્રીસ પુત્રોના મરણના અત્યંત દુઃખના ઘાને જીરવી બૈર્યવાન નાગરથિ મગધરાજ પાસે આવ્યા અને વિનંતિ કરી કે નગરમાં શોક જાહેર કર્યો છે તે પાછો ખેંચી ઉત્સવ જાહેર કરાવો. કારણકે ચેલ્લા જેવી નારીરત્નનું સ્વાગત થવું જોઈએ.
મગધનરેશ મહામંત્રીને જવાબદારી સોંપી. બાકી રહેલી નગરી પુનઃ સુશોભિત કરવામાં આવી. વાજિંત્રોના નાદથી નગરી ગાજી ઉઠી. અને અબીલ ગુલાલથી માર્ગો છંટાઈ ગયા. સૌના જયનાદ ઝીલતા નવા મહારાણી સાથે મગધનરેશ નગરીને પ્રદક્ષિણા આપી અંતઃપુર પ્રત્યે પ્રયાણ કરી ગયા. પ્રજાનોનાદ ચાલુ હતો. “મગધરાજની જય હો, મહારાણી ચેલણાની જય હો.'
આ સર્વ પ્રસંગ નિહાળતા ચલ્લણા રાણી વિચારતા હતા કે આ
અનોખી મૈત્રી
७४ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org