________________
વિરૂપાને કામેથી આવતા વિલંબ થાય અને માતંગ તો કામ પત્યું કે વિરૂપાના સાન્નિધ્ય માટે દોડતો ઘરે આવે ત્યારે કહેતો મારી તો ઘડી વર્ષ જેવી ગઈ. તને તો કયાં કોણ મળી જાય છે તે આટલી મોડી આવે છે ? તેનો જરા અવાજ મોટો થઈ જાય પણ જયાં વિરૂપાની આંખો તેની આંખો સામે મળે કે માતંગ હિમ જેવો ઠંડો થઈ તેને વહાલ કરી લે.
કોઈ વાર અંતઃપુરના ફુલને પ્રમાર્જન કરતા થોડા ફૂલો વધે તો ઘરે લાવી સુંદર વેણી બનાવે પોતાને હાથે વિરૂપાના અંબોડે બાંધે અને જાણે રાજરાણી હોય તેમે ઘડીભર નીરખી રહેતો.
ત્યારે વિરૂપા કહેતી, માતંગ શ્રમણો કેવો બોધ આપે છે કે સ્ત્રી પ્રત્યે વધુ રાગ કરવો નહીં અને તું તો દિવસે દિવસે ઘેલો થતો જાય
છે.
માતંગ કહેતો શ્રમણો કહે છે તે સાચું છે, પણ તારા અપલક્ષણ જ એવા છે કે હું તે બોધ ભૂલી જાઉં છું. સારૂં ચાલ હવે જલ્દી રોટલા પકવી દે સાથે જ જમીએ.
રોજ સવારે બન્ને ઉઠીને પ્રાતઃક્રિયાથી પરવારી, અવનવી સુખભરી વાતો કરતા અને હસતા કૂદતા સૌના કામે નીકળી જતા. માતંગને માટે વિરૂપા કોઈ સ્વર્ગની પરી ઉતરી આવી હતી. તો વિરૂપા માટે પડછંદ અને પરાક્રમી યૌવનભર્યો માતંગ દૈવી લાગતો. આવી આ જોડી નગરમાં સૌને માટે એક કૌતુક જેવી હતી. સૌ કહેતા હાંકોટા દેતો આ માતંગ વિરૂપાથી વશ થઈ ગયો છે. વિરૂપા કોઈ વિલક્ષણ સ્ત્રી છે.
રાજગૃહી નગરની ધનાઢયોની એ શેરીમાં સૂર્યોદય થતો અને ચારે બાજુ પક્ષીઓના મીઠા કલરવ સંભળાતા, મંદિરોના ઘંટનો રણકાર ગૂંજતો, સ્નાન કરવા જતા બ્રહ્મપુત્રોના મુખેથી પવિત્ર શ્લોકોનો ગૂંજારવ ગૂંજતો. પૂરી નગરીમાં અને આ શેરીમાં રાતની શાંતિ ભેદીને ઉષારાણી વિવિધ રંગો સાથે પ્રગટ થતી. તેવા સમયે વિરૂપા હાથમાં સૂંડલો અને સાવરણો લઈ આ શેરીમાં પ્રવેશ કરતી.
કેટલીક સ્ત્રીઓ તેની સાથે વાતો કરી લેતી. શ્રમણોની વાત
૧૪
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org