________________
સાચું બોલશે.
અતિશય વેદના છતાં મુનિ તો કરૂણાસભર હતા. તેઓ વિચારતા હતા કે આ મારા પૂર્વકર્મનો ઉદય છે. સોનીનો તેમાં દોષ નથી. તે મારા કર્મો ખપાવવામાં સહાયક છે. મુનિ વિશેષ સમતા ધારણ કરી લાકડાના થડની જેમ ઉભા રહ્યા છે. કાયોત્સર્ગ કરી રહ્યા છે. આથી દેહ પણ સ્થિર થયો.
માથે સગડી મૂકી હોય તેવી અપાર વેદના વધતી હતી. ખોપરીના હાડકા તડતડ તૂટતા હતા. તેમ તેમ મુનિની કાયોત્સર્ગ દશા વધતી હતી. આખરે તેઓ અંતરદશામાં સૌની કરૂણાની ભાવના ભાવતા. સર્વજીવોને ખમાવી અરિહંતનું શરણ સ્વીકારી, સ્વાત્માના આશ્રયે, સ્વરૂપલીનતા પામી શુકલધ્યાનની શ્રેણિએ ચઢી કૈવલ્ય પામ્યા અને કૃશકાયા ત્યજી નિર્વાણ પણ પામ્યા. નિત્ય માટે જન્મમરણથી મુક્ત થઈ સિદ્ધ બુદ્ધ થયા. જ્ઞાતપુત્રના શરણને સાર્થક કર્યું.
મુખ પર અલૌકિક તેજ સાથે, સમતાપૂર્ણ રેખાઓ સાથે તેમની કૃશકાયા ધરતીને ખોળે ઢળી પડી. | સોનીને એમ કે ધૂર્ત ઢોંગ કરે છે. પણ આ શું? તેમનો દેહ તો ઠંડો છે. મુનિનો દેહોત્સર્ગ થયો? તે મુંઝાયો.
મુનિ મૃત્યુ પામ્યા કે મેં ખૂન કર્યું. ખૂન? બદલો?
મગધરાજનો ન્યાય એટલે ફાંસીના માંચડો. એ વિચાર આવતા જ તે ધ્રુજી ઉઠયો. કયાં ભાગી જાઉં?
ત્યાં તો તેની કામવાળી સ્ત્રી કાષ્ટનો ભારો લઈને આવી તેણે તે જોરથી જમીન પર નાંખ્યો. તેના અવાજથી પેલું ક્રૌંચ પક્ષી ચમકીને ચરકી ગયું. પેટમાં સુવર્ણજવ પચે તો નહિ એટલે એવા જ આખાને આખા જ જવ જમીન પર પડયા.
સુવર્ણકારની નજર ચમકતા જવ પર પડી. અરે ! આ તો એજ સુવર્ણ જવ? શું આ પક્ષી તે ચણી ગયું હતું?
સુવર્ણજવ લેવા રાજસેવકોને આવવાનો સમય થયો હતો. સોની તો ખૂબ ગભરાઈ ગયો. શું કરવું તે સૂઝયું નહિ. ત્યાં વળી જીવ બચાવવા એકાએક સૂઝી આવ્યું કે આ જ મુનિનો દંડ અને ઓઘો
૧૪)
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org