Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 138
________________ મહારાજને રત્નકંબલ બતાવી. તેને એમ કે મહારાજ પળવારમાં સોળ રત્નકંબલ ખરીદી લેશે. પણ આ શું? મહારાજે તો નકારમાં શીર ફેરવ્યું. પડદામાંથી મહારાણી બોલ્યા, મહારાજ એક રત્નકંબલ તો ખરીદો. મહારાજ ઃ મારો ખજાનો પ્રજાના ધનનો છે. તેનો વ્યય આ રીતે ન કરાય. પ્રસાધન આપણા સુખ માટે નથી. થોડા દિવસ પછી ઉદ્યાનપાલક ખબર લાવ્યો કે નગરીની બહારના ગુણચંત્ય ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે. મહારાજે ઉદ્યાન પાલકને પોતાના કંઠનો દસ લાખ સોનામહોરનો હાર કાઢીને તરત જ આપી દીધો. આ હતી તેમની શ્રદ્ધા ભક્તિ. ભગવાન મહાવીર નં. ૧માં અને સંસાર નં. રમાં. મને ચારિત્રમોહનીયનો ઉદય છે. વ્રત પચ્ચખાણ કરી શકતો નથી. પ્રભુ મહાવીર મારા હૃદયમાં છે. તેથી તો તેમની જ કૃપા બળે જેલમાં રોજના સો કોરડા સમતાથી સહી શકયા. આ મોટું વ્રત નહિ? અને હાલ નરકમાં પણ સમતાથી કર્મ ભોગવી રહ્યા છે. શ્રદ્ધાનો આનાથી વિશેષ તમને શો પુરાવો જોઈએ ? સમયનું વહેણ અવિરત ગતિએ વહ્યું જાય છે. મગધરાજનું જીવન પ્રભુ મહાવીરની શ્રદ્ધા પર નભતું હતું. દેહની સુખશીલતા અને મોહવશ તેઓ મુનિપણાના કષ્ટોથી મુંઝાઈ જતા. આથી તેમણે પ્રભુ મહાવીરની ભક્તિ પ્રત્યે મન વાળ્યું. પ્રભુની પૂજાથે તેમણે એક સોનીને રોજે સોનાના જવ (ચોખા) ઘડીને પ્રભાતે સમયસર તૈયાર કરવા સૂચવ્યું. તે સુવર્ણજવ વડે તેઓ મુભની દિશા તરફ ઉભા રહી વંદન કરી, વધાવી સાથિયા પૂરતા. આંખોમાંથી અશ્રુધારા છૂટતી હે પ્રભુ ! હું કયારે તમારે શરણે રહીશ? મોહના અત્યંત આક્રમણ છતાં આ શ્રદ્ધા ભક્તિ તેમને મહાવીર જેવા જ થવાની ગતિ તરફ લઈ ગઈ. તેમની શ્રદ્ધામાં પ્રથમ પ્રભુ પછી સંસારના કાર્યો હતા. પૂર્વના કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો છે. પરંતુ પ્રભુની ભકિતથી મુક્તિ એ ભવે નહિ તો ત્રીજે ભવે તે ભગવાન સ્વરૂપ બની, પ્રભુની જ પ્રતિકૃતિ બની, પ્રભુ મહાવીરની જેમ જ ધર્મધ્વજા ફરકાવશે. તીર્થની અનોખી મૈત્રી Jain Education International ૧૩૭ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146