________________
શકે. તમે પણ વિચારજો અને જ્ઞાતપુત્રના માર્ગને અનુસરજો. પછી તો પૂરો દિવસ અને રાત્રિ આવી ઘણી ચર્ચાઓ થઈ. સુંદરીઓએ અન્ય સ્નેહભય ઉપાય યોજયા પણ મેતારજનો માહ્યલો જાગૃત થઈ ગયો હતો. શબ્દો ગુંજતા હતા.
મેતારજ ! અમારે માર્ગે ચાલ્યા આવો આ તો ચાર દિવસની ચાંદની છે એની મમતા છોડો.
મેતારજનું મહાભિનિષ્ક્રમણ રાત્રે સુવર્ણા રાજકન્યાએ માતાપિતાને સમાચાર આપ્યા. પછી તો પૂરા નગરમાં આ સમાચાર ફરી વળ્યા. મહારાજા કે પરિવાર દૈવીમહેલે આવે તે પહેલાં વહેલી પ્રભાતે જ મેતારજ કશા જ આડંબર વગર સંસારનો ત્યાગ કરી ચાલી નીકળ્યા.
મેતારજના ત્યાગથી પૂરી નગરીમાં એક સન્નાટો વ્યાપી ગયો. હે! દૈવીમહેલ, સંસારનો આવો દૈવી વૈભવ, આઠ સુંદરીઓનો ત્યાગ કરી મેતારજ શ્રમણ બન્યા ! કોઈ કહેતું, ન હોય !
અરે ! શું ના હોય ! મહારાજા મગધનરેશના અંતઃપુરથી આ સંદેશો પ્રસાર થયો છે.
શ્રમણભક્તો કહેતા ધન્ય મેતારજ, જીવન દિપાવ્યું.
મેતારજને બોધ આપી અભયમુનિ વિહાર કરી ગયા હતા પણ હજી નજીકમાં જ હતા. એ જ મેતારજ ગ્રીષ્મઋતુની ગરમીમાં મુંઝાઈ જતા તેજ મેતારજનો દેહભાવ છૂટી ગયો. શીધ્રગતિ થી અભયમુનિને પહોંચી વળ્યા. દેહ ઢાંકવા પૂરતા સાદાવેશમાં હતા. વંદન કરીને દીક્ષાની ભિક્ષા માંગી.
ધર્મલાભ, જીવન સફળ કરો.
જ્ઞાતપુત્રનું શિષ્યત્વ સ્વીકારી. આજ્ઞાપૂર્વક મુનિપણાનું પાલન કરવા લાગ્યા. છકાય જીવની પૂરી રક્ષા. દેહભાવનો ત્યાગ, ઉગ્ર તપ, શમ દમના પૂરા ધારક, એક સમયના એ દેવીમહેલનો ભ્રમર હવે વનજંગલમાં વિહરવા લાગ્યો. જાણે કે કશું તેમનું હતું જ નહિ.
પ્રભુની દિવ્યવાણી અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે. સૌ પ્રત્યે અભેદ સમભાવ-સમાનતા એ શ્રમણ ધર્મ છે. આ અભિગમ અનોખી મૈત્રી
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org