________________
મેતારજના ઉઠવાના સંચારથી નિકટ સૂતેલી સુવર્ણ જાગી ઉઠી હતી. તે થોડી વારમાં શય્યા ત્યજી પતિ પાસે આવી ઝરૂખામાં ઉભી રહી. સ્વામી શું જોઈ રહ્યા છો ?
સુવર્ણા ! સાંભળ, આ પક્ષીઓ કેવા મુકતપણે ગગનવિહાર કરી રહ્યા છે ? પિંજરામાં પૂરાયેલા પક્ષીઓની જેમ તેઓને કંઈજ બંધન નથી. હું પણ હવે આ સુખભોગના બંધનથી મુકત થઈ સાચા સુખને માર્ગે વિહરવા માંગું છું. જા અન્યને પણ બોલાવી લાવ તેમને પણ આ વાત સમજાવું.
સુવર્ણા અન્ય સાત સુંદરીઓને બોલાવી લાવી. સાતેય નિદ્રામાંથી સફાળી બેઠી સચિંત મને આવી પહોચી.
હે સુંદરીઓ! તમે સૌએ મને સુખ ઉપજે તેવો ઘણો શ્રમ કર્યો છે. પણ હું વીતેલી ઘટનાઓ યાદ કરું છું ત્યારે લાગે છે કે હવે પછી શું? માતાઓ ગઈ. સુલસા પુત્રો ગયા બાકી રહ્યા તે પણ જવાના ને? કાળના પંજામાં આવીને જવું તેના કરતા સ્વેચ્છાએ આ બધું ત્યજીને હું ચાલ્યો જઈશ! તમારી પાસે ઘણી સુખભોગની સામગ્રી છે. તમને એ રીતે કંઈ દુઃખ નહિ પડે ભૌતિક સુખમાં ઘણો કાળ વીત્યો હવે હું મોક્ષસુખની સાધના માટે ચાલ્યો જાઉં છું.
સ્વામી ! એ નહિ બને અમે આપના વગર કેમ જીવી શકીએ? તો શું તમે ખાત્રી આપો છો કે આપણે સાથે જઈશું? વળી સાથે જ જન્મ લઈશું? વળી આ યૌવન પણ હવે સરવા માંડ્યું છે. વૃદ્ધાવસ્થાથી બચી શકશો? અને છેલ્લે આ નાશવંત શરીરને પણ સાચવી શકશો?
વળી કોઈ ચતુરા બોલી કે સ્વામી ! શું એવા ભય શંકા રાખીને જીવવું? એ તો સંસારનો ક્રમ છે કે બાળાદિ અવસ્થાઓ થયા કરે. વળી અહીં આપણને દુઃખ પણ શું છે ?
હે સુંદરીઓ ! આ ચેલ્લણા માતા, મહારાજા શ્રેણીક આપણા જેવા જ યુવાન હતા. આજે ક્યાં છે એ રૂપ અને યૌવન ! કેવું અજંપા ભર્યું જીવન માટે કાળ કોળિયો કરે તે પહેલા જેમ પરમમિત્ર મહામંત્રી મારા કરતા પણ અપાર ઐશ્ચર્યને ત્યજીને જ્ઞાતપુત્રને શરણે ગયા તેમ હું પણ ચાલ્યો જઈશ હવે મને આ સંસારનું કોઈ બંધન રોકી નહિ
૧ ૩૪
અનોખી મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org