Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 134
________________ અને સંપીલી હતી કે એકને વિચાર આવે અને દરેકમાં એ વિચાર આકાર લઈ લે. જળકુંડના શીતળ પાણીમાં આઠ કોમલાંગીઓથી વિંટળાયેલો, આઠેના હાથના છબછબીયા ઝીલતા મેતારના પૂરા દેહને શીતળતા પહોંચી. મેતારજના દેહને કંઈક ઠંડક મળી. પણ અંતરનો દાહ પૂરો શમ્યો ન હતો જેની ખબર સ્નેહભરી યુવતીઓ જાણી શકી નહિ. જળસ્નાનથી ઠંડક મેળવી. વસ્ત્ર પરિધાન કરી સૌ અતિ શોભાયમાન, અત્તર, પુષ્પો આદિની સુગંધથી મઘમઘતા શીતળતાયુકત ખંડમાં આવ્યા. ત્યાં ચાંદી સોનાના પાત્રમાં ભાવતા શિરામણ લઈ સેવકો સેવામાં હાજર હતા. આ સૌના આવવાથી રાજસેવકો દૂર થયા. આઠે પત્નીઓએ કાર્ય વહેચી લીધું. કોઈએ પંખો વિંઝયો, કોઈએ ભોજનના પાત્રો ગોઠવ્યા. કોઈએ વાજિંત્ર લઈ સૂર છેડયા. કોઈએ મોંમા આહાર મૂક્યો. બિચારા! મેતારજનું ભોગથી ટેવાયેલું, ભોગકર્મના ઉપાર્જનવાળું એ જીવનું શું ગજુ? છતાં અભયમુનિના બોધયુકત સાચા સ્નેહભર્યા શબ્દો ઉંડે ઉંડે ગુંજતા હતા. હવે પછી શું ? આમ સવાર પછી બપોર, બપોર પછી સાંજ અવનવા વેશ ભજવી સુખભર્યા વાતાવરણમાં વર્ષો વીતી ગયા. રાત્રિના વળી કામોત્તેજક સુખ સામગ્રી અને સુંદરીઓનો સહવાસ હાજર હતો પણ મેતારજના હૈયામાં એ પ્રત્યે કંઈક આહ ઉઠી કારણ કે અંતરમાં હવે સાચા સુખની ચાહ ઉઠી હતી. રાત્રે સુંદર શયનગૃહમાં સુંવાળી શૈયામાં સુંવાળા સ્પર્શમાં મેતારજ નિદ્રાધીન થયા. અર્ધી રાત્રે અર્ધનિદ્રાની દશામાં તેમને અભયમુનિના શબ્દોનો ધ્વનિ સંભળાયો “મેતારજ મોડું ના કરશો.' અને વહેલી પ્રભાતે પૂરા જાગૃત થઈ ધીમેથી શય્યાનો ત્યાગ કરી શયનખંડ ત્યજી બહાર ઝરૂખામાં આવીને વિચારસાગરમાં ડૂબી ગયા. સવાર થવા આવી હતી. સૂર્યદેવના કિરણો ઝળકી ઉઠયા. પક્ષીઓ પાંખો ફફડાવી મુકતપણે ગગન વિહાર કરી રહ્યા હતા! અરે આ પક્ષીઓ કેવા મુક્ત છે અને મને બંધન? એ વિચારની ગહનતા વધતી ગઈ. અનોખી મૈત્રી Jain Education International ૧૩૩ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146