Book Title: Anokhi Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 132
________________ કંઈક આચ્છાદિત થયું. જો કે રોજની જેમ મેતારજનું મન આજે નાચી ન ઉઠયું. ચતુર સોહાગણો સમજી ગઈ. એટલે હાથ પકડી એક ખંડમાં લઈ ગઈ. જયાં બધું જ શ્રૃંગારિક હતું. તેમાં વળી મનગમતી ભોજનથાળ આવ્યા. પતિના થાળમાં સૌ અતિ સ્નેહથી પીરસતી. કોઈ તો મેતારજના મુખમાં મિષ્ઠાન મૂકી સ્નેહથી નવાજતી. કોઈ ગીતના મધુર સ્વર રેલાવતી. કોઈ પંખો વિંઝતી. ત્યાં તો રાત્રિ ઘેરાઈ, મેતારજ સુંવાળી શૈય્યામાં સુંવાળા સ્પર્શને માણતા હતા. જો કે પેલું વિચારમંથન વચમાં ઝબકારા મારતું. રાત્રે નિદ્રામાં કંઈક ભંગ પડયો હતો પણ આ મહેલની રચના એવી હતી કે નિત્ય નવા સાધનોનું સર્જન થતું. પ્રાતઃવિધી પતાવી આઠ રૂપવતીઓથી વીંટળાયેલા મેતારજ જળકુંડ તરફ જઈ રહ્યા હતા. જળકુંડમાં સ્નાનને યોગ્ય સૌ અતિ બારીક અને અર્ધ વસ્ત્રથી શોભતા હતા. જળકુંડમાં પ્રવેશવા આતુર હતા. ત્યાં તો જળકુંડથી દૂર એક રાજસેવક નમ્રતાથી બોલતો હતો, મહારાજ બહાર પધારો. મેતારજ તેની નજીક ગયા તેણે કહ્યું કે મને ઉદ્યાનમાંથી એક દેવમુનિએ મોકલ્યો છે. તેઓ આપને તાત્કાલિક મળવા માંગે છે. તું એમને જણાવ કે હું તરત જ આવું છું. આ દિવસોમાં પૂરી ગરમી હતી. શીતળ જેવા જળકુંડનું સ્નાન ત્યજી એ ઉકળાટમાં બહાર નીકળવું અકારૂં તો હતું. પરંતુ જયારે દેવમુનિ-અભયમુનિ પધાર્યા છે ત્યાં વિલંબ પોષાય તેમ ન હતો. તેમણે જળકુંડ પાસે આવી રાહ જોતી રૂપ યૌવનાઓની રજા માંગી. મારા દેવમુનિ પધાર્યા છે. તેમને વંદન કરી હમણાં જ પાછો આવું છું. ભલે, પણ જલ્દી પાછા આવજો. વળી, એ અસહ્ય ગરમીમાં તકલીફ ન થાય તે માટે મેતારજ રથમાં સુગંધીજળના છંટકાવ સાથે, પંખો નાખનારા રાજસેવકોને લઈને વિદાય થયા. મેતારજ ઉદ્યાન નજીક પહોંચ્યા. રાજસેવકે દૂરથી બતાવ્યું કે અનોખી મૈત્રી Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146