________________
વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા તેથી તેમને ચેલણાના સહવાસની જરૂર હતી તે જાણતા હતા. તેથી શકય તેટલું એકાંત ગાળતા.
મહામંત્રી મહામુનિ બન્યા ચેલણાનો પુત્ર કુણીક પરાક્રમી હતો. તેને મહામંત્રીપદની અદમ્ય મહાત્વાકાંક્ષા હતી. અભયમંત્રી આ જાણતા હતા. પુનઃ પિતાને સમજાવી આજ્ઞા મેળવી કુણીકને મહામંત્રીપદ સોંપી પોતે નિવૃત્ત થઈ પ્રભુ જ્ઞાતપુત્રને શરણે બેઠા. મહામંત્રી મહામુનિ થયા.
આ સમાચાર જાણી વળી મેતારજ પુનઃ મનોમંથનમાં આવી ગયા. પણ આ રહસ્યથી સજાગ પેલી આઠ પત્નીઓ તરત જ નવા નવા શણગાર સજી ભોજનના રસથાળ સાથે ચારે બાજુ વિંટળાઈ જતી. ત્યારે આ રસિક ભ્રમર તેમાં પૂરાઈ જતો.
- નિકટના મિત્ર મહામંત્રીના પદત્યાગ પછી કણિક મહામંત્રી પદે આવ્યા. મેતારજની તેમની સાથે કંઈ નિકટતા ન હતી. તેથી જમાઈ એવા મહાશ્રેષ્ઠિ હવે રાજદરબારમાં ભાગ્યે જ જતા. તેથી મહાશ્રેષ્ઠિને મળવા ઈચ્છતા વ્યાપારીઓ પણ નિરાશ થઈ પાછા વળતા. આમ મેતારજની રાજકીય અને સામાજિક પ્રિયતા ઘટતી ચાલી. જો કે મેતારજને હવે એ મહાત્વાકાંક્ષા રહી ન હતી.
અભયમંત્રી મુનિ થયા પણ કંઈ મિત્રને ભૂલ્યા ન હતા. સાચો મૈત્રીભાવ તેમના ચિત્તમાં પ્રદિપ્ત હતો. એકવાર દીક્ષિત થયેલા મિત્રને મેતારજ વંદન કરવા આવ્યા હતા.
મુનિ મેતારજ ધન, વૈભવ, સુખભોગમાં જીવે કેટલાયે જન્મો વ્યર્થ ગુમાવ્યા છે. ભોગની પણ મર્યાદા સ્વીકારવી. જ્ઞાતપુત્ર જેવા સ્વામી મળ્યા પછી હવે સંસારના અંકમાં કયાં સુધી આળોટવું ? ભોગ રોગરૂપે પ્રગટ થાય તે પહેલા ચેતી જજો.
હા, મુનિરાજ હું કોઈવાર મંથન કરૂં છું પણ મને હજી આ સુખભોગથી છૂટવાનું મન નથી થતું. શું આ સુખભોગને ત્યજી દેવાના અને જીવનને શુષ્ક બનાવવાનું ! એમ કોઈ વાર શંકા ઉઠે છે.
ના, વાસ્તવમાં સાચા સુખનો વિવેક જન્માવીને નિર્ણય કરવાનો છે. આમ બોધનું શ્રવણ કરી ભારે મંથન સાથે મેતારજ વિદાય થયા. અનોખી મૈત્રી
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org