________________
બન્ને જનેતાનું અકાળ મૃત્યુ. દૈવી જેવા લગ્નોત્સવમાં પડેલું ભંગાણ, માતંગની અવદશા, અભયમંત્રી સાથે સંસારના સ્વરૂપની થયેલી ચર્ચાઓની યાદ, જ્ઞાતપુત્રનો સાંભળેલો બોધ, આવા સંસ્મરણો તેને કયારેક મુંઝવતા.
તેમાંય સાંભળ્યું કે અભયમંત્રી પરમસખાએ પૂરા સામ્રાજયનું આધિપત્ય ધરાવતા મગધના મહામંત્રીપદનો ત્યાગ કરી જ્ઞાતપુત્રને શરણે જવાના છે. પરંતુ રાજાજ્ઞાના અભાવે રોકાયા છે. ત્યારે તો તેમનો જીવ અંદરથી હાલી ગયો.
મેતારજ પરાગમાં ભ્રમરની જેમ કેદ હતા
પણ, હા ! પેલી આઠ સૌંદર્યવતીનું સંપીલું એકમ રૂમઝૂમ કરતું હાજર થતું. અવનવા હાવભાવ, નૃત્ય, સંગીત જેવા કાર્યક્રમો કરીને પતિને રીઝવતી. એ આઠ ને મેતારજ એક, તેમના કામણગારા સ્નેહપાશમાં પરાગમાં ભ્રમરની જેમ તે પૂરાઈ જતા.
અભયમંત્રી કહેતા મેતારજ ! કેટલાક જીવોના ભોગકર્મ એવા હોય છે કે કાદવમાં પગ મૂકે કાઢવા જાય અને ખૂંપતો જાય માટે તમે વેળાસર ચેતી જજો. વિષયભોગના મેદાનમાં હારી ન જતા. મેતારજને કયારેક આ શબ્દોના ભણકારા વાગતા ત્યારે મંથનનું વાવેતર થતું રહેતું.
ન
વળી આઠ કર્મની વેલડીઓ વીંટળાઈ હોય તેવી આઠ સુંદરીઓના મોહપાશમાં મેતારજ બંધાયા હતા. વળી નીલકમલનો દૈવીમહેલ કંઈ ઓછો આકર્ષક ન હતો. એક ખંડમાં પ્રવેશ કરતા જ જાણે વર્ષાઋતુ ચારે દિશાએ ખીલેલી જણાતી. તેમાં મેઘધનુષ રચાતા નિહાળવામાં સુંદરીઓ સાથે કલાકો વીતી જતા. વળી કોઈ ખંડમાં પાનખરની વસંત ઋતુની રચના કુદરતને પણ આંબી જાય. તે જોતાં મેતારજ વસંતમય બની જતા. વળી એક ખંડ ગ્રીષ્મઋતુનું દૃશ્ય ચોમેર ખડું કરતો. તેજ કિરણોથી ચમકતો એ ખંડ છતાં તેમાં સુંદરીઓ સાથે રાચતા મેતારજને ગરમીનો સ્પર્શ ન થતો. તેવી ચંદ્રકાંતમણિની અદ્ભૂત રચના હતી. એનાથી આગળ વધતા કોઈ ખંડમાં જયારે મેતારજ આઠ સુંદરીઓ સાથે પ્રવેશ કરતા તે આરિસાભવનમાં આઠની આઠ
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
અનોખી મૈત્રી
www.jainelibrary.org