________________
પદ આપવામાં આવ્યું હતું તેથી કંઈક કાર્યની જવાબદારી હતી. તેમણે વ્યાપાર તો સમેટી લીધો હતો. સાત કન્યાઓ અઢળક ધન લઈને આવી હતી. આઠમી રાજકન્યા દૈવીમહેલ અને સંપત્તિ લઈને આવી હતી. નગરશ્રેષ્ઠિ તરીકે રાજય તરફથી પણ ઘણી સુવિધા હતી.
આમ ચારે બાજુથી સુખથી છલકાતું જીવન હતું. તેનો મોહ છૂટવો સહેલું ન હતું. છતાં મેતારના મનમાં હજી બંને જનેતાના અકાળ અવસાનના પડઘા પડતા હતા. પિતા માતંગ કયાં હશે? તેની દશા શું હશે ? એ વિચાર પુનઃ પુનઃ ઉભરાતા, પરંતુ ચારે બાજુ સુખની લહેરો એ બધું શમાવી દેતી. ઝડપથી સમય પસાર થઈ રહ્યો હતો.
નગરશ્રેષ્ઠિ તરીકે મેતારકે નગરીના વ્યાપારાદિ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી. દેશ પરદેશના શ્રેષ્ઠિઓ તેમના મેળાપ માટે વ્યસ્ત રહેતા, પરંતુ આઠ સુંદરીઓના પાશમાં કેદ નગરશ્રેષ્ઠિ કયારેક જ બહાર નીકળતા હતા. સમયોચિત કાર્યને ન્યાય આપતા.
મેતારજનું મેતજનોના ઉત્કર્ષનું કાર્ય ધનદત્ત શેઠ અને શેઠાણીબા લગ્ન ઉત્સવમાં સુખની અવધિએ પહોંચ્યા હતા. પણ દવે કંઈ જુદુ જ ધાર્યું હતું. કર્મની વિચિત્રતા કોણ જાણી શકયું છે ? લગ્નોસ્તુ મરણોત્સવમાં પલટાઈ ગયો.
ધનદત્ત શેઠે નહિ ધારેલી આકસ્મિક ઘટનાઓ બની, પુત્રના લગ્નનાં ઉત્સવમાં પડેલો ભંગ, દેવશ્રીનું અકાળ મૃત્યુ, તેમાં વળી જ્ઞાતપુત્રના બોધનો અવસર મળ્યો. તેથી તેમણે જીવનને ધર્મમાર્ગે વાળ્યું. મેતાર્થે વ્યાપાર સંભાળ્યા પછી તેઓ નિવૃત્ત થયા હતા. પણ હવે વિશેષ પ્રમાણે શ્રાવકાચાર વ્રત લઈ આરાધના કરવા લાગ્યા. દેવીમહેલના નિવાસ પછી હવે મેતારજ કયારેક પિતાની સંભાળ લેવા આવતા. આમ પૂરી હવેલીના ઠાઠમાઠ હવે કંઈ ઉપયોગી ન રહેતા શેઠે તેમાં સાદાઈભર્યા વાતાવરણમાં શ્રમણોના આવાગમન માટે વ્યવસ્થા કરી હતી. જેથી તેમને શ્રમણોનો સમાગમ મળી રહેતો. તે જીવનને બોધદ્વારા સાર્થક કરતા હતા. માતંગ પ્રારંભમાં કયાંય ફર્યા કરતો. કયારેક વિરૂપાની ખાંભી
અનોખી મૈત્રી
૧ ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org