________________
બંને સખીઓનું મૃત્યુ, હવે બાકી રહ્યો છે અણ ઉકલ્યો કોયડો મેતાર્યના લગ્ન માટેની સામે કન્યાઓનું શું કરવું? તેથી પણ મોટો પ્રશ્ન મહામંત્રી વિચારે છે હવે અહીંથી છૂટીને જ્ઞાતપુત્રને શરણે કયારે બેસું? હવે મારા જીવનનો શો ભરોસો ? જીંદગી તો હવે વૃદ્ધાવસ્થા તરફ જઈ પ્રૌઢા રહી છે. તો હવે વિલંબ શા માટે ?
શોકઘેરી રાત વીતી. પ્રભાતે મહામંત્રી રાજમહેલે પહોંચ્યા. મગધરાજને મળ્યા. તેઓ પણ ઉપર મુજબના એક પછી એક બનેલી ઘટનાથી શોકાતુર હતા. એકાંતમાં બેઠેલા પિતાપુત્ર આજે મૌન ધરી રહ્યા હતા.
છેવટે મહામંત્રીએ મૌન છોડી કહ્યું, મહારાજ, કર્મની ગતિ વિચિત્ર છે. જ્ઞાતપુત્રનો બોધ આ જ છે કે આવા અશરણ રૂપ સંસારમાં તમે કોના ભરોસે જીવન જીવો છો ! મરણ નિશ્ચિત છતાં હજી જીવો જાગતા નથી. મને તો થાય છે કે કયારે જ્ઞાતપુત્રના ચરણમાં શરણ લઉં?
છેલ્લું વાકય સાંભળી મહારાજા વધુ શોકમય બની ધ્રૂજી ગયા. આથી મહામંત્રી ત્યાંજ અટકી ગયા. અને વાતને વળાંક આપ્યો કે હવે સાત કન્યાઓને મળીને કંઈ ઉકેલ લાવવો જરૂરી છે.
હા એ પણ તમે જ કરી શકશો.
રાજગૃહીની શોકભરી રાત્રિ વિતી ગઈ. મેતારજની હવેલીએ હજી સ્વજનોના ટોળા જામેલા છે. સૌ વિષાદમાં છે. મેતારજ મહામંથનમાં છે. માતંગ શોધ્યો મળતો નથી. ચિત્તભ્રમ દશામાં જંગલમાં ભમતો ક્યાંય કોઈ સાધુની સંગતમાં ભળી ગયો હશે? ત્રણેક દિવસ આમ પસાર થઈ ગયા. સ્વજનો સૌ વિદાય થયા.
મેતારજના ચિત્રપટ પર કેટલીક સ્મૃતિઓ અંકાઈ રહી છે. વિરૂપાને પેટે જન્મ થવો. દેવશ્રીના ખોળે ઉછરવું. ઘણી કળા સહિત શિક્ષણ મેળવ્યું. ઘાયલ થયેલો વિરૂપાની સેવા પામ્યો. તે જ નિમિત્ત વિરૂપા માટે કારમું બન્યું. તેની વત્સલ્યતાએ મોહનું રૂપ ધારણ કર્યું. નિઃસંતાનનો સંતાપ સળવળ્યો. બળતા હૃદયને ઠારવા તેણે મને ગૂઢ સત્ય કહી દીધું. મને પણ વિમાસણમાં મૂકયો. ના પણ એથી મને
૧૨૦
અનોખી મૈત્રી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only